અમદાવાદ : રાજ્યમાં હવે ભારે ઉનાળાની ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે ભારે ગરમીના કારણે રોડ રસ્તા ખાલી જોવા મળી રહ્યા છે. ત્યારે ગરમીના કારણે પાણીજન્ય કેસ વધારો સામે આવ્યો છે. તો બીજી બાજુ રાજ્યમાં કોરોના કેસમાં પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં એપ્રિલ માસમાં અત્યાર સુધી ઝાડા ઉલ્ટીના 164 તેમજ ટાઈફોઈડના 139 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કોરોનાના અત્યાર સુધી 880 જેટલા કેસ પણ જોવા મળ્યા છે. જેમાં 30 જેટલા દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
880 એક્ટિવ કેસ : અમદાવાદ શહેરમાં ગતરોજ 57 કોરોના કેસ સામે આવ્યા હતા. આની સાથે કુલ 880 જેટલા હાલ અમદાવાદ શહેરમાં કોરોના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં પાલડી, નવરંગપુરા, જોધપુર, થલતેજમાં સૌથી વધુ કેસ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક 1000 વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી અંદાજે 8થી 9 ટકા લોકો પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. અત્યારે સુધી 880 કેસમાંથી 30 જેટલા દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે અન્ય દર્દીને હોમ આઇસોલેશન છે. જેને સંજીવની રથની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Heat Illness :કાળઝાળ ગરમીમાં થતાં ચામડીના રોગથી બચવા આટલું જરુર કરો
મચ્છરજન્ય નહિવત પ્રમાણમાં : શહેરમાં મચ્છરજન્ય કેસોમાં નહિવત કેસ જોતા અધિકારીઓ રાહત અનુભવી રહ્યા છે. આ ચાલુ માસમાં ડેન્ગ્યૂના 13 જ કેસ નોંધાયા છે. જ્યારે 16 એપ્રિલ સુધીમાં સાદા મેલેરિયા 5 કેસ, ડેન્ગ્યૂના 13 કેસ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 29,874 જેટલા લોહીના સેમ્પલ તેમજ 977 જેટલા સીરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Lung transplant in Ahmedabad : ગુજરાતમાં ફેફસાંનું સફળ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન, શું છે ઘટના જાણો
પાણીજન્ય કેસ યથાવત : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ માસમાં અત્યાર સુધી ઝાડા ઉલટીના 164, કમળાના 40, ટાઈફોડના 139 સામે આવ્યો છે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી 6467 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ બેક્ટેરિયાલોજીકલ તપાસ માટે 1448 જેટલા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી 38 સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું નથી.