ETV Bharat / state

Ahmedabad Crime : યુરિયા ખાતર કૌભાંડ મામલે ચીરીપાલ કંપની સહીત 7 શખ્સો સામે ગુનો દાખલ - Ahmedabad Urea Fertilizer Scam

અમદાવાદના નારોલમાં ઝડપેલા યુરિયા ખાતર કૌભાંડ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. નારોલમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડામાં ગેરકાયદેસર કોમર્શિયલ યુરીયાના માર્કાવાળી બેગમાં ભરી ફેક્ટરીઓમાં વેચીને સરકાર દ્વારા અપાતી સબસીડીનો દૂરઉપયોગનું સામે આવ્યું હતું. ત્યારે હાલ સમગ્ર મામલે તપાસ કરીને પોલીસે 7 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

Ahmedabad Crime : સબસીડીયુક્ત યુરિયા ખાતર મેળવી થેલા બદલીને બારોબાર વેચનાર સામે ગુનો

author img

By

Published : May 23, 2023, 5:48 PM IST

અમદાવાદ : શહેરના નારોલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે થોડા દિવસ પહેલા ઝડપેલા યુરીયા ખાતર કૌભાંડમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, સરકારી સબસીડીયુક્ત યુરિયા ખાતર મેળવી તેના થેલા બદલીને બારોબાર ઈન્ડસ્ટ્રીઝમાં વેચી દેવામાં આવતું હોવાની હકીકત સામે આવી છે. આ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા નારોલ ઇસનપુર રોડ પર મટન ગલી રૂપ ટેક્સટાઈલની સામે અર્બુદા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ નંબર 38માં આસ્મ સ્પેશ્યાલીટી પ્રાઈવેટ લીમીટેડ નામનાં ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 4થી મેના રોજ દરોડા પાડ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે આ જગ્યાએ હર્ષ ગોયલ નામનો વ્યક્તિ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતુ યુરીયા ખાતર જે સરકાર દ્વારા સબસીડી સાથે આપવામાં આવે છે, તે ગેરકાયદેસર રીતે મેળવી કોમર્શિયલ યુરીયાના માર્કાવાળી બેગમાં ભરી ફેક્ટરીઓમાં વેચીને સરકાર દ્વારા અપાતી સબસીડીનો દૂર ઉપયોગ કરે છે.

26 લાખનો મુદ્દામાલ ઝડપાયો : તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 7 લોકોને પકડી પાડ્યા હતા. જેમાં મેનેજર સેંધા દેસાઈ, મદદ કરનાર કુલદીપસિંહ ગોહિલ તેમજ 4 મજૂરો અને એક ટ્રક કબ્જો કરાઈ હતી. આ મામલે યુરીયા ખાતરની 6 લાખ 37 હજારથી વધુની કિંમતની 11 હજાર 250 કિલોગ્રામ વજનની 250 બેગ તેમજ આઈસર અને બે મોબાઈલ ફોન સહિત 26 લાખ 81 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

યુરિયા ખાતરનું સેમ્પલ : તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલે કબ્જે કરેલું યુરીયા ખાતર સબસીડીવાળુ છે કે કેમ તે અંગે તપાસ કરવા માટે યુરિયા ખાતરનું સેમ્પલ એફ.એસ.એલ તેમજ ફર્ટીલાઈઝર ટેસ્ટીંગ લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલ્યું હતું. જેનો રિપોર્ટ આવતા આ અંગે નારોલ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. આ મામલે સામેલ આરોપી હર્ષ ગોયલ યુરિયા ખાતર સૈજપુર ગોપાલપુરમાં આવેલી કે.આર એન્ટરપ્રાઇઝ તેમજ શાહવાડીમાં વિજય એન્ટરપ્રાઈઝ મંગાવી ગોડાઉનમાં મુકી રાખી અલગ અલગ કંપનીઓને મોકલતો હતો.

યુરિયા ખાતર
યુરિયા ખાતર

આ અંગે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - આર.એમ ઝાલા (PI, નારોલ પોલીસ સ્ટેશન)

માલની હેરાફેરી : આરોપી દ્વારા આ યુરિયા ખાતરનો જથ્થો નીમ કોટેડ યુરિયા ખાતર ચીરીપાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફે્બ્રિક ડીવીઝન પીપળજ ખાતે તેમજ ગોપી કંપની નારોલ અને અરવિંદ મીલ સાંતેજ તેમજ નડિઆદની મફતલાલ કંપની મીલના વ્યક્તિઓ સાથે મળીને હેરાફેરી કરતા હોય આ મામલે હર્ષ ગોયલ, સેંધા દેસાઈ, કુલદિપસિંહ ગોહિલ, મહંમદહાસીમ શેખ, સહિત કે.આર એન્ટરપ્રાઈઝ, વિજય એન્ટર પ્રાઈઝ અને ચીરીપાલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના જવાબદાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.

Surat Crime : અત્તરના ફેરિયા પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ખોલી, કરોડોની જીએસટી ચોરી નોટિસથી ખુલ્યું આર્થિક કૌભાંડ

Surat scandal: ફરી ગરીબોનું સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યુ, 2 ઝડપાયા

Surat Crime News : સુરત એસઓજી દ્વારા નકલી નોટોના માસ્ટર માઇન્ડ સૂર્યા સેલવારાજની ધરપકડ, હકીકતો જાણી ધ્રુજી જશો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.