અમદાવાદ: વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી ચાર વર્ષ બાદ યોજાઈ જેમાં NSUIના તરફી પરિણામ જોવા મળ્યું છે, પરંતુ આ પરિણામ બાદ વિવાદ વધી રહ્યો છે. જેમાં યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા તેમને ધમકી આપી ગાળો બોલવામાં આવી છે, સાથે સાથે અતુલ નામના અન્ય એક અધ્યાપકે પણ ઇન્દ્રવીજય સિંહ ગોહિલ સહિત ત્રણ લોકો સામે ગાળો બોલી ધાક ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ આ સમગ્ર ફરિયાદ બાદ બુધવારે મોડી સાંજે અન્ય ઉપરોક્ત ગુનાના આરોપી હરનિશ મિશ્રા પર યુનિવર્સિટી પાસે આવેલી યુવજ કેફે પર હુમલો કરવામાં આવ્યો અને જેનો આરોપ ધીરજ રાઠોડ સહિત અન્ય લોકો પર લગાવી દેવામાં આવ્યો છે. જો કે આ મામલે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે.