અમદાવાદઃ રાજ્યમાં માર્ચ મહિનાથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. તેવામાં એક તરફ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે. બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર છે. તેમ જ તેઓ માનસિક તણાવ અનુભવતા હોય છે. આના કારણે તેની ક્યાંકને ક્યાંક અસર પરીક્ષા દરમિયાન પણ જોવા મળે છે. ત્યારે હવે વિદ્યાર્થીઓને નકારાત્મક ઊર્જાથી બચાવવા સામાજિક કાર્યકર્તાઓ આગળ આવ્યા છે. તેમણે હવે વિદ્યાર્થીઓને તણાવમાંથી બહાર લાવવા અનોખો પ્રયોગ કર્યો છે.
આ પણ વાંચોઃ University Controversy: વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, આ વખતે વિદ્યાર્થીઓ નહીં પણ કારણ બીજું છે
સકાત્મક ઊર્જાનો સંચય થાય તેવો હેતુઃ આ અંગે એસ્ટ્રોલોજર ભાવના જાદવે જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં ડર જોવા મળતો હોય છે. પરીક્ષા કેવી રીતે આપીશું, પાસ થશું કે નાપાસ? તેવા અલગ અલગ વિચારો મગજમાં ફર્યા કરે છે. તેની અસર પરીક્ષામાં પણ જોવા મળતી હોય છે. આવા જ ડર અને તણાવમાંથી વિદ્યાર્થીઓને બહાર લાવવા રેકિંગ અને હીલિંગ આપવામાં આવતી હોય છે, જેથી બાળકો પણ મુક્ત રહી શકે છે.
દરેક વ્યક્તિમાં 7 ચક્રાશ હોયઃ તેમણે જણાવ્યું હતું કે, હિલિંગની મદદથી ચક્રાશને બેલેન્સ કરી શકાય છે. આ જ હિલિંગના કારણે શરીરમાં અનેક પ્રકારના રોગોમાંથી પણ મુક્તિ મળે છે. દરેક વ્યક્તિના અંદર આવા 7 ચક્રાશ હોય છે, જેના કાબૂ મેળવવાથી તે વ્યક્તિમાં ઊર્જા ઉત્પન્ન થાય છે અને મગજમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ઉપરાંત સકારાત્મક ઊર્જાનું સંચય થાય છે. એટલે હવે બોર્ડની પરીક્ષામાં બાળકો નકારાત્મક વિચારોથી દૂર રહે અને તેમનામાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તે હેતુથી ખાસ હીલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
નકારાત્મક વિચારો બંધ થયાઃ આ અંગે વિદ્યાર્થિની રિયાએ જણાવ્યું હતું કે, પહેલા હું મોટા ભાગનો સમય મોબાઈલ ફોનની પાછળ વેડફી નાખતી હતી, જેના કારણે અભ્યાસ કરવામાં ધ્યાન આપી શકતી નહતી. આ વર્ષે મારે ધોરણ 10ની પરીક્ષા હોવાથી હું જોઈએ તે પ્રમાણમાં તૈયારી કરી શકતી નહતી. ત્યારે મને મારા ફોઈએ હિલિંગ અને ઓમકાર મંત્ર જાપ કરાવ્યા હતા. આ હીલિંગ કરાવ્યા બાદ હવે મારું મન અભ્યાસમાં પણ લાગી રહે છે અને મગજમાં આવતા નકારાત્મક વિચારો પણ બંધ થયા છે.
યોગ્ય ટાઈમ ટેબલ બનાવવુંઃ શિક્ષક રશ્મિકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, બોર્ડના વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી એ મુજબ કરવી જોઈએ કે, માત્ર પાસ નહીં પરંતુ સારા માર્ક્સે પાસ થાય. તૈયારી માટે યોગ્ય ટાઈમટેબલ બનાવું જોઈએ. અભ્યાસક્રમમાં આવતા તમામ વિષયને યોગ્ય ન્યાય આપવો જોઈએ. અભ્યાસક્રમમાં આવતા તમામ પ્રકરણ તમામ પૂર્ણ કરવી જોઈએ.
નકારાત્મક વિચારો દૂર કરી તૈયારી કરવીઃ આજના સમયમાં તહેવારો, મોબાઈલ, ટેલિવિઝન જવાના વાતાવરણને કારણે બાળકો યોગ્ય અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી, જેની અસર સીધી તેના પરિણામ પણ પડતી હોય છે. ખૂબ જ ઓછા સમયમાં તૈયારી કરવી હોય તો તેના માટે યોગ્ય ટાઈમ ટેબલ બનાવો પણ ખૂબ જ જરૂરી બની જાય છે. તે બાળકો માટે એક એક સમય પણ કિંમતી બનતો હોય છે, પરંતુ પોતાના મગજની અંદર નકારાત્મક વિચારો ઉત્પન્ન ન થવા જોઈએ. માત્રને માત્ર સકારાત્મક વિચારોથી જ તૈયારી કરવી જોઈએ, જેથી તેનું પરિણામ પણ સારું આવે છે.