ETV Bharat / state

Gujarat Riot Case: અમદાવાદ સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડની ડિસ્ચાર્જ અરજી કરી નામંજૂર - Gujarat Session court

કોર્ટે તિસ્તાની ડિસ્ચાર્જ અરજી ફગાવી દિધી છે. ત્રણેય આરોપીઓ સામે હવે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર, પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને તિસ્તા સેતલવાડ સામે ચાલી રહી છે, ચાર્જફ્રેમની પ્રક્રિયા.

Gujarat Riot Case: તિસ્તાએ કરેલી ડિસ્ચાર્જ અરજીમાં આજે ચુકાદો, આવો હતો આખો કેસ

author img

By

Published : Jul 20, 2023, 12:53 PM IST

Updated : Jul 20, 2023, 3:20 PM IST

અમદાવાદઃ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અમદાવાદ સેશન્સ કોર્ટમાં 2002ના રમખાણ કેસમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. 5 દિવસથી વધુ આ કેસમાં સુનાવણી ચાલી હતી. આ કેસની સુનાવણી દરમિયાન તિસ્તાના વકીલ તેમજ રાજ્ય સરકાર તરફથી દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો 12 જુલાઈના રોજ પૂર્ણ કરવામાં આવી હતી.

શું થયું સુનાવણીમાં: તિસ્તા દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં સરકારી વકીલે વિરોધ કર્યો હતો. આરોપી સામે મળેલા પુરાવાઓ અને ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને તેમને કેસ માંથી ડિસ્ચાર્જ આપી શકાય નહીં. રાજ્ય સરકારે તિસ્તા ને ડિસ્ચાર્જ નહીં આપવા અંગે રજૂઆત કરી હતી. જ્યારે તિસ્તાના વકીલ તરફથી ડિસ્ચાર્જ અરજીને મંજૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમના તરફથી દલીલ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓર્ડર કરાયો હતો કે SIT તિસ્તા સેતલવાડના 2006 પહેલાંના રોલ પર તે ઇન્વેસ્ટિગેશન નહીં કરી શકે.

નિવેદન આપ્યા હતાઃ આ સાથે જ રમખાણોના કેસોમાં પીડીતો અને સાક્ષીઓ દ્વારા જે પણ નિવેદનો આપ્યા હતા તે તેમની મરજી પૂર્વક આપવામાં આવ્યા હતા. સાક્ષી ઉપર કોઈપણ પ્રકારનું નિવેદન આપવા માટે દબાણ આપવામાં આવ્યું ન હતું. જ્યારે સંજીવ ભટ્ટના એડવોકેટ મનીષ ઓઝાએ કોર્ટમાં કહ્યું હતું કે, સંજીવ ભટ્ટના કેસમાં પબ્લિક પ્રોસિક્યુટરે કેટલાક સિલેક્ટેડ ડોક્યુમેન્ટ પર આધાર રાખ્યો છે.

ડોક્યુમેન્ટસ મંગાવવામાં આવ્યાઃ જે તેમને પણ પ્રોવાઈડ કરવામાં આવે. આ મુદ્દે સંજીવ ભટ્ટ દ્વારા એસઆઇટી અને નાણાવટી કમિશનને ફૅક્સ કરીને તમામ ડોક્યુમેન્ટસ મંગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2002 નાં રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ , પૂર્વ DGP આર.બી. શ્રી કુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SIT ની તપાસ ચાલી રહી છે.

  1. Ahmedabad News : અમદાવાદીઓને હવે રખડતા ઢોરમાંથી મળશે મુક્તિ, પશુપાલકો માટે પોલીસી ફરજિયાત
  2. Ahmedabad News : 3 મહિના વિત્યા છતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિરીક્ષણ નહીં : વિપક્ષના પ્રહાર

Last Updated : Jul 20, 2023, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.