અમદાવાદ : ગુજરાતને બદનામ કરવાના કેસમાં તેમજ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોના કેસમાં ખોટા દસ્તાવેજો અને સાક્ષી ઊભા કરી ખોટી કાનૂની પ્રક્રિયાઓ કરીને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સહિતના ટોચના નેતાઓને ફસાવવામાં અને ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રમાં પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારે આ કેસમાંથી બિનતહમત છુટવા માટે અમદાવાદની સેસન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આરબીસી કુમારની આ ડિસ્ચાર્જ અરજીને અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
ડિસ્ચાર્જ અરજી ફગાવી : સેશન્સ કોર્ટના પ્રિન્સિપાલ જજ એ.આર.પટેલે અરજીને ફગાવતાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લેતા આરોપી સામે તોહમત ફરમાવવા જેવો પ્રથમ દર્શનીય પુરાવો બને છે. આરોપીએ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન ડીજીપી સહિત અન્ય સામે કાવતરું રચવાનું હત્યા સહિતના ગુનાની ફરિયાદ તૈયાર કરવાના આરોપીનો હાથ છે. અને આ સમગ્ર બાબતે આરોપીઓએ અન્ય આરોપીઓ સાથે મળીને મોટું કાવતરું રચ્યું છે
FSLમાંથી પુરાવાઓ મળી આવ્યા : આરોપી આર.બી. શ્રીકુમારે જુદાજુદા રાજ્યોમાં અન્ય લોકો સાથે મીટીંગો પણ કરેલી અને તે અંગેની ઓડિયો ક્લિપો પણ કબજે કરીને એફએસએલમાં તપાસણી અર્થે પણ મોકલવામાં આવી હતી. જેમાં ખુલાસો થયો હતો કે આ તમામ અવાજ આરોપી શ્રી કુમાર હોવાનું જ પુરાવો પણ એફએસએલ માંથી મળી આવ્યા હતા. આ સમગ્ર પુરાવા અને હકીકતોને ધ્યાનમાં રાખીને આરોપી સામે તોહમતનામુ ફરમાવા જેટલા પુરાવા બને છે માટે કોઈપણ રીતે આરોપી આર્મી શ્રી કુમારને આ કેસમાંથી ડિસ્ચાર્જ મળી શકે નહીં.
સેશન્સ કોર્ટેમાં કેસ ચાલે છે : અત્રે નોંધનીય છે કે સામાજિક કાર્યકર તિસતા સેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી શ્રી કુમાર તેમજ સંજીવ ભટ્ટ વિરુદ્ધ અમદાવાદ સેશન કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં ડીસીબી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ કર્યું હતું અને આ ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તિસ્તા અને શ્રીકુમારે તોફાનોના કેસમાં સાક્ષીઓને ચોક્કસ પ્રકારના નિવેદન આપવા શીખવવામાં આવ્યું હતું અને તેમણે ખોટા સોગંદનામાં ઊભા કરીને નિર્દોષ લોકોને મૃત્યુ દંડની સજા થાય તે અંગે કાવતરા પણ રચ્યા હતા.
આવતા દિવસોમાં વધું સુનાવાણી હાથ ધરાશે : આ સમગ્ર મામલે મહત્વનું છે કે હવે સામાજિક કાર્યકર તિસ્તા, પૂર્વ ડીજીપી આર.બી.શ્રી કુમાર અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ પક્ષ દ્વારા હવે ચાર્જફ્રેમ કરવામાં આવશે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.