ETV Bharat / state

અમદાવાદમાં 12 કલાકમાં હત્યાના 2 કેસ નોંધાયા - ahemedabad murder case

અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે 12 કલાકના સમયગાળામાં જ પૂર્વ વિસ્તારમાં હત્યાના 2 બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી એક બનાવમાં વટવાના મહાલક્ષ્મી તળાવ પાસે વેપારીની અજાણ્યાં ઈસમોએ દુકાનમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી. જ્યારે અન્ય એક બનાવમાં હાટકેશ્વર-CTM રોડ પર પતિ પત્નીનાં ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા દિયર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

murder cases
author img

By

Published : Nov 1, 2019, 2:48 PM IST

Updated : Nov 1, 2019, 3:17 PM IST

શહેરના વટવા મહાલક્ષ્મી તળાવ પાસે આવેલી આશાપુરા રેસિડેન્સી પાસે મહાલક્ષ્મી દૂધ નામની ડેરી ધરાવતા બુદ્ધારામ ચૌધરીના ફોઈના દીકરા દિનેશ ચૌધરી નજીકમાં જ મહાલક્ષ્મી કરિયાણાની દુકાન ધરાવે છે. રાતે 11 વાગ્યે દિનેશની પત્ની બૂમાબૂમ કરતી હોવાથી બુદ્ધારામ ત્યાં પહોંચી ગયા હતા. દુકાનમાં જઈને જોયું તો દિનેશ અંદર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. અજાણ્યો શખ્સ માથામાં તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. વટવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આરોપીની તપાસ શરૂ કરી છે.

હત્યા
હત્યા

તો હાટકેશ્વરથી સીટીએમ રોડ પર નહેરુનગર વર્માની ચાલી પાસે નજીવી બાબતે પતિ પત્નીના ઝઘડા વચ્ચે દિયરનો ભોગ લેવાયો છે. ઘરના ઝઘડામાં દિયર વચ્ચે છોડાવવા માટે પડતાં આદેશ પ્રજાપતિ અને નિર્માણ પ્રજાપતિ ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું મોત નીપજ્યું છે. હાલમાં પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Intro:અમદાવાદશહેરમાં ગુનઃખોરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ૧૨ કલાકના સમયગાળામાં જ પૂર્વ વિસ્તારમાં હત્યાના ૨ બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે.જે પૈકી એ બનાવમાં વટવાના મહાલક્ષ્મી તળાવ પાસે વેપારીની અજાણ્યાં શખસોએ દુકાનમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી,જ્યારે અન્ય એક બનાવમાં હાટકેશ્વર-સીટીએમ રોડ પર પતિ પત્નીનાં ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા દિયર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું..Body:શહેરના વટવા મહાલક્ષ્મી તળાવ પાસે આવેલી આશાપુરા રેસિડેન્સી પાસે મહાલક્ષ્મી દૂધ નામની ડેરી ધરાવતા બુદ્ધારામ ચૌધરીના ફોઈના દીકરા દિનેશ ચૌધરી નજીકમાં જ મહાલક્ષ્મી કરિયાણાની દુકાન ધરાવે છે. રાતે 11 વાગ્યે દિનેશની પત્ની બૂમાબૂમ કરતી હોવાથી બુદ્ધારામ ત્યાં પહોંચી ગયા હતા. દુકાનમાં જઈને જોયું તો દિનેશ અંદર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. અજાણ્યો શખ્સ માથામાં તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. વટવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આરોપીની તપાસ શરૂ કરી છે.

તો હાટકેશ્વરથી સીટીએમ રોડ પર નહેરુનગર વર્માની ચાલી પાસે નજીવી બાબતે પતિ પત્નીના ઝઘડા વચ્ચે દિયરનો ભોગ લેવાયો છે. ઘરના ઝઘડામાં દિયર વચ્ચે છોડાવવા માટે પડતાં આદેશ પ્રજાપતિ અને નિર્માણ પ્રજાપતિ ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું મોત નીપજ્યું છે. હાલમાં પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.Conclusion:
Last Updated : Nov 1, 2019, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.