અમદાવાદ : ભગવાન શ્રી જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ એક્શન મોડમાં આવ્યા છે. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી તેજ કરી છે. હાલમાં જ અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર મોડી રાત્રે પોલીસે પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ કરીને કડક કાર્યવાહી કરી હતી, ત્યારે હવે અમદાવાદમાં પૂર્વમાં આવતા ઝોન 5 વિસ્તારમાં તડીપાર આરોપીઓને પકડી પાડવા માટે વહેલી પરોઢે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો : અમદાવાદ ઝોન 5 વિસ્તારમાં આવતા અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રામોલ, નિકોલ, ઓઢવ, રખિયાલ અને ગોમતીપુર પોલીસ સ્ટેશનના ગુનામાં તડીપાર કરાયેલા 59 જેટલા આરોપીઓના ઘરે તેમજ તે હોય શકે તેવી જગ્યાએ પરોઢે 5 વાગે સર્ચ કરી 14 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ યાદવની સુચનથી ઝોન 5 DCP બળદેવ દેસાઈ અને આઈ ડિવિઝન ACP કૃણાલ દેસાઈની આગેવાનીમાં 8 PI, 13 PSI તેમજ અને 65 પોલીસકર્મીઓની કુલ 13 ટિમો દ્વારા તડીપાર 59 આરોપીઓની ત્યાં તપાસ કરાઈ હતી.
29 તડીપાર આરોપીઓને ઝડપી લેવાયા : તપાસ દરમિયાન પોલીસે 14 તડીપાર આરોપીઓને તેઓના ઘરે અથવા તો અન્ય જગ્યાઓ પરથી ઊંઘતા જ ઝડપી લીધા હતા. આ જ પ્રકારે 3 દિવસ પહેલા પણ ઝોન 5 વિસ્તારમાં પોલીસ દ્વારા આ પ્રકારે તપાસ કરીને કરીને 15 તડીપાર આરોપીઓને વિસ્તારમાંથી પકડી લીધા હતા. એમ કુલ 29 તડીપાર આરોપીઓને ઝડપી લેવાયા છે.
અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનરની સૂચના મળતા જ વહેલી સવારે ACP કૃણાલ દેસાઈના નેતૃત્વમાં ટિમોએ કોમ્બિંગ કરી 14 તડીપાર ઝડપી લીધા છે. તેમજ ત્રણ દિવસ અગાઉ 15 આરોપીઓ ઝડપી લીધા હતા. આ પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. - બળદેવ દેસાઈ (ઝોન 5 DCP)
44 આરોપીઓની ધરપકડ : ઝોન 5 વિસ્તારમાં પોલીસ દ્વારા 49 જેટલા નાના મોટા હથિયાર રાખવા અંગેના કેસ કરવામાં આવ્યા છે. અગામી દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી કરવાનું પોલીસ દ્વારા આયોજન કરાયું છે. આ સિવાય અમદાવાદ પોલીસે અલગ અલગ વિસ્તારમાં 6393 જેટલા વાહનો ચેક કર્યા હતા. જાહેરમાં લાકડી, દંડો, છરી જેવા હથિયાર રાખતા 44 આરોપીઓની ધરપકડ કરી હતી, દારૂ પીને વાહન ચલાવતા 16 કેસ કરવામાં આવ્યા હતા, જાહેર રોડ પર સ્ટંટ કરતા 10 યુવકોની પણ ધરપકડ કરાઈ હતી.
Ahmedabad News : યુવાનોમાં હથિયાર રાખવાનો શોખ આસમાને, દર વર્ષે પોલીસ આપે છે આટલા લાયસન્સ
Rajkot Crime: એક તરફી પ્રેમમાં પાગલ વિકૃતે તિક્ષ્ણ હથિયાર મારી મહિલાની હત્યા કરી નાખી
Tapi News: પ્રેમ પ્રકરણમાં થયેલી ફાયરિંગની ઘટનાનો આરોપી હથિયાર સાથે ઝડપાયો