ETV Bharat / state

Ahmedabad Police Night Half Marathon : 21મીએ અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોન, આટલા રસ્તા બંધ રહેશે - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police )દ્વારા 21મી જાન્યુઆરીએ નાઈટ હાફ મેરેથોન (Ahmedabad Police Night Half Marathon )યોજાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવશે.સાબરમતી રિવરફ્રન્ટ પર નાઈટ હાફ મેરેથોનમાં(Night Half Marathon At Sabarmati Riverfront ) 5, 10 અને 21 કિલોમીટરની મેરેથોન દોડ થશે અને તેમાં હજારોની સંખ્યામાં રનર્સ આવશે.

Night Half Marathon : 21મીએ અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોન, આટલા રસ્તા બંધ રહેશે

author img

By

Published : Jan 20, 2023, 7:44 PM IST

કુલ 10 લાખ રોકડ રકમના ઇનામો અલગ અલગ કેટેગરી માટે રખાયાં છે

અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા 21મી જાન્યુઆરીએ નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેરેથોનનું ફલેગ ઓફ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરાવવામાં આવશે. 5,10 અને 21 કિલોમીટરની મેરેથોનને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ નાઈટ હાફ મેરેથોનમાં હજારોની સંખ્યામાં રનર્સ આવવાના હોવાથી તેઓના આકર્ષણ માટે ખાસ સ્ટેજ પણ તૈયાર કરાયા છે.

  • Kindly avoid your commutation from Riverfront West, Aashram Road and Ambedkar over bridge tomorrow after 2:00 pm. Use the green route if needed. pic.twitter.com/9gy6lyqvwb

    — AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) January 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

75 હજારથી વધુ રનર્સ :અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત નાઈટ હાફ મેરેથોનમાં ભાગ લેવા અત્યાર સુધીમાં 75 હજારથી વધુ રનર્સ દ્વારા રજિસ્ટ્રેશન કરાવાયુંં છે. ખાસ તો આ મેરેથોનમાં BSF, નેવી, SRP સહિતના જવાનો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અનેક યુવાનો ભાગ લેશે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી 21મી જાન્યુઆરીએ સાંજે 5:00 વાગે મેરેથોન શરૂ થશે, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનો પ્રારંભ કરવામાં આવશે, તેમજ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો વડોદરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મેરેથોનનો કરાવ્યો પ્રારંભ

કુલ 10 લાખ રોકડ રકમના ઇનામો :5, 10 તેમજ 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 કિલોમીટરની ફન રેસ રહેશે. 10 કિલોમીટર અને 21 કિલોમીટરની મેરેથોનમાં પ્રથમ પાંચ ક્રમે આવનારા રનર્સને ઇનામ આપવામાં આવશે. પોલીસ દ્વારા કુલ 10 લાખ રોકડ રકમના ઇનામો રાખવામાં આવ્યા છે. આ મેરેથોનમાં ભાગ લેનારા તમામ દોડવીરો માટે મેડિકલ ફેસીલીટી, ફિઝિયોથેરાપી તેમજ હાઇડ્રેશન પોઇન્ટ પણ રાખવામાં આવ્યા છે.

એન્ટરટેનમેન્ટની પણ ખાસ વ્યવસ્થાઓ : નાગરિકો માટે પણ એન્ટરટેનમેન્ટની પણ ખાસ વ્યવસ્થાઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે. 21 કિલોમીટરની દોડ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી શરૂ થઈને સુભાષ બ્રિજ સર્કલ સુધી રહેશે. સમગ્ર રૂટ ઉપર 6 જેટલા અલગ અલગ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવશે, જે સ્ટેજ ઉપર BSF, નેવી, આર્મી તેમજ SRPF બેન્ડ સહિત અનેક સ્થાનિક બેન્ડ દ્વારા અલગ અલગ પ્રસ્તુતિ કરીને દોડવીરો અને નાગરિકોનો ઉત્સાહ વધારવામાં આવશે.

આ પણ વાંચો વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં હજારો યુવા જોડાયા

મેરેથોનને લઇ રસ્તો બંધ : નાઈટ હાફ મેરેથોન કાર્યક્રમને લઈને ચાર રૂટ અમદાવાદ પોલીસ દ્વારા તે દિવસે જાહેરજનતા માટે બંધ કરવામાં આવશે. તેમાં વાડજ સ્મશાન ગૃહ કટથી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન સુધીનો માર્ગ, આબેડકર બ્રિજ નીચેથી અંજલિ સુધીનો રસ્તો, સુભાષ બ્રિજ કલેકટર ઓફિસથી વાડજ સુધીનો રસ્તો અને સુભાષ બ્રિજ નીચેથી રિવરફ્રન્ટ પાવર હાઉસ કટ સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે.

મેરેથોનમાં ભાગ લેવા માટેનું ટાઈઅપ : અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ ઇવેન્ટને લઈને ગુજરાત યુનિવર્સિટી, GTU અને તેવી અનેક યુનિવર્સિટીના સ્ટુડન્ટસ સાથે સંપર્ક સાધી તેઓને પણ આ મેરેથોનમાં ભાગ લેવા માટેનું ટાઈઅપ કર્યું છે. ખાસ તો જામનગરથી નેવીના 200 જેટલા જવાનો આ મેરેથોનમાં ભાગ લેશે. મહત્વનું છે કે નાગરિકોના એન્ટરટેનમેન્ટ માટે ગુજરાતી ફિલ્મ કલાકારો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા ગુજરાતી ખેલાડીઓ સહિત અનેક સેલિબ્રિટી આ ઇવેન્ટમાં ભાગ લેશે. ત્યારે ઇવેન્ટમાં ભાગ લેનારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને શહેર પોલીસનો હજારોની સંખ્યામાં બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ તમામ માહિતી શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.