અમદાવાદ: અમદાવાદ શહેરમાં અંદાજે 450 જેટલી મસ્જિદ અને ઇદગાહ આવેલી છે. મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યા પર એકત્રિત થઈ રમજાન ઈદ નિમિત્તે સામૂહિક નમાઝનું આયોજન કરવામાં આવતું હોય છે. જે પૈકી 40 થી 50 જગ્યા ઉપર મુસ્લિમ બિરાદરો એકત્રિત થતા હોય છે. અમદાવાદ શહેરમાં ભગવાન પરશુરામજીની શોભા યાત્રા નીકળે છે. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. જોકે, તહેવાર નિમિતે શહેરની શાંતિમાં કોઈ પ્રકારે ભંગ ન પડે એ માટે પોલીસ આગોતરી તૈયારીઓ કરી છે. પોલીસે સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.
આ પણ વાંચો Ahmedabad Crime : જન્મદિવસ નિમિતે દારૂની મહેફિલ માણતા 8 શખ્સોની પોલીસે કરી ધરપકડ
શાંતિપૂર્ણ વાતાવરણ: શોભાયાત્રા જોવા નાગરિકો રસ્તા ઉપર ઊભા રહીને દર્શન કરતા હોય છે. ઈદ અને ભગવાન પરશુરામ ની ઉજવણી બંને તહેવારોની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે શહેર પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ખાસ એવા વિસ્તારમાં જેમાં કોમી બનાવો બને છે. એ આ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. શહેર પોલીસ દ્વારા ડીજીપીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલું છે. એ સિવાય વાતાવરણ ડહોળાય નહીં એ માટે આ વિસ્તારમાં પહેલેથી જ શહેર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા લાગુ કરી દેવાઈ છે. શહેર પોલીસના 9 જેટલા ડીસીપી. 9..એસીપી અને આશરે 4500 વધારે પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે.
સમિતિની મીટીંગ: અમદાવાદ શહેરમાં કાયમી ધોરણે કરેલી એસ આર પી કંપની જેમાંથી ત્રણ એસ આર પી કંપનીઓ પણ બંદોબસ્તમાં ફાળવણી કરવામાં આવેલી છે. આ સાથે સાથે સ્થાનિક પોલીસ સાથે 3000 જેટલા હોમગાર્ડ જવાનો પણ હાજર રહેશે. અમદાવાદ શહેરમાં બંને તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ થાય તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી કરી રાખવામાં આવેલ છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં બંને સમાજના ધાર્મિક તહેવારો આવતા હોય શાંતિ સમિતિની મીટીંગ પર લેવામાં આવેલ છે.