અમદાવાદ : શહેરમાં ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ સરદારનગરમાં શાકભાજીની લારી ઉભી રાખવા મામલે એક યુવકની હત્યા કરવામાં આવી હતી, ત્યારે હવે નિકોલમાં 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ટિફિન સર્વિસનું કામ કરતા વૃદ્ધની જાહેર રોડ પર આ રીતે હત્યા કરવામાં આવતા પોલીસની પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
શું છે સમગ્ર મામલો : આ અંગે નિકોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા પથિક રો હાઉસમાં રહેતા રાકેશ ચોરસીયા નામના યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓના સસરા શ્યામ સુંદર, બહાદુર પ્રસાદ, ચોરસીયા સ્વામી વિવેકાનંદ ચાર માળિયા ખાતે રહે છે અને ટિફિન બનાવવાનું કામ કરે છે. 25મી જૂન રવિવારે ફરિયાદી ઘરે હાજર હતા તે દરમિયાન તેઓની સાળીએ ફોન કરીને પોણા બાર વાગે જણાવ્યું હતું કે રાતના સવા નવ વાગે તેઓના પિતા શ્યામ સુંદર પંચવટી ચાર રસ્તા પર આવેલા ભાજીપાવ વાળાને ટિફિન આપવા માટે ઘરેથી નીકળ્યા હતા. હજુ સુધી ઘરે આવ્યા નથી.
પરિવારજનો સસરાની શોધમાં : જેથી ફરિયાદીએ અન્ય પરિવારજનોને આ અંગે જાણ કરી હતી અને તેઓ સસરાને શોધતા શોધતા શિરોમણી બંગલોઝની સામે મંગલપાંડે હોલ પાસે જાહેર રોડ પર પહોંચતા ત્યાં લોકોનું ટોળું ઊભું હતું. પોલીસ હાજર હોય ત્યાં તેઓને જાણવા મળ્યું હતું કે, ઉંમરલાયક વ્યક્તિને અજાણ્યા શખ્સે શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ઈજાઓ પહોંચાડી છે અને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા છે. જેથી ફરિયાદી પરિવારજનો સાથે સિવિલ હોસ્પિટલ ગયા હતા, ત્યાં તેઓના સસરા શ્યામસુંદર ચોરસિયાને અજાણ્યા વ્યક્તિએ શરીરે સાથળથી નીચેનાના ભાગે અલગ અલગ જગ્યાએ તીક્ષ્ણ હથિયાર વડે 4-5 ઘા તેઓની હત્યા થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી સમગ્ર બાબતને નિકોલ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મારા પિતા ટિફિન સર્વિસનું કામ કરતા હોય તેઓ રાત્રે ટિફિન આપવા ગયા હતા, ત્યારે આ બનાવ બન્યો છે. અમને કોઈના પર શંકા નથી. પોલીસે આરોપીઓએ પકડી લે બસ તે જ અમારી ઈચ્છા છે. - દિપક ચોરસિયા (મૃતકના પુત્ર)
વૃદ્ધની હત્યા પાછળ તપાસ : મહત્વનું છે કે, વૃદ્ધની જે જગ્યાએ હત્યા કરવામાં આવી તે જગ્યા લોકોની અને વાહનોની અવરજવરથી ભરચક રહેતો વિસ્તાર હોય છે. તેવામાં કયા કારણોસર વૃદ્ધની હત્યા કરવામાં આવી અને હત્યા કરવામાં આવી તે સમયે આસપાસના લોકો હતા કે કેમ અને લોકો હતા તો વૃદ્ધને બચાવવાનો પ્રયાસ કેમ ન કર્યો તે તમામ દિશામાં સવાલો ઊભા થયા છે.
આ ઘટના અંગે ગુનો દાખલ કરી ઝોન પાંચ એલસીબીની ટીમ, નિકોલ પોલીસ અને અલગ અલગ ટીમો આરોપીઓની તપાસમાં લાગી છે. ઘટના સમયે હાજર લોકોના નિવેદન લઈ ગુનામાં સામેલ આરોપીઓને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ નશામાં હોવાથી આ ઘટનાને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક તપાસમાં હકીકત સામે આવી છે, આરોપીઓ પકડાયા બાદ આ મામલે વધુ ખુલાસાઓ સામે આવશે. - કૃણાલ દેસાઈ (ACP, આઈ ડિવિઝન)
- Ahmedabad News: સરદારનગરમાં શાકભાજીની લારી ઉભી રાખવા મામલે યુવકની હત્યા, પોલીસે આરોપીને દબોચ્યો
- Ahmedabad News : USAમાં અમદાવાદના વધુ એક યુવકની અપહરણ બાદ હત્યા, 1 લાખ US ડૉલર-70 કિલો ડ્ર્ગ્સની માંગી ખંડણી
- Navsari Crime News : ગણદેવીના દુવાડા ગામમાં મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી