ETV Bharat / state

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવનો આંકડો 155 પર પહોંચ્યો

અમદાવાદ શહેરમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવાર સાંજ સુધીમાં નવા 5 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા કુલ આંકડો 155 પર પહોંચ્યો છે.

etv bharat
અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવનો આંકડો 155એ પહોંચ્યો
author img

By

Published : May 23, 2020, 9:17 PM IST

અમદાવાદ: જિલ્લામાં ધોળકા તાલુકામાં ગુરુવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ધોળકા તાલુકામાં આંકડો 61 પર પહોંચ્યો છે. જ્યારે દસ્ક્રોઇ તાલુકામાં કોરોનાના 61 પોઝિટિવ કેસ નોંધાયા છે.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 17, બાવળા 5 ધંધુકા 4, વિરમગામ 4, અને માંડલ તાલુકામાં 1 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. જિલ્લામાં કોરોનાથી પણ 09 દર્દીઓના મોત નીપજ્યાં છે. અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 1.80 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં.

છેલ્લા 24 કલાકમાં 36 હજાર જેટલા ઘરોનું સર્વેલેન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવામાં આવ્યું છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 61 અને સાણંદમાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.