ETV Bharat / state

Ahmedabad News : TAVR પ્રક્રિયાથી અમદાવાદમાં થયું પશ્ચિમ ભારતનું પહેલું ઓપરેશન - કૃત્રિમ વાલ્વ

અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધને TAVR પ્રક્રિયાથી સર્જરી કરી નવું જીવનદાન આપવામાં આવ્યું છે. આ સર્જરી દ્વારા 2002માં પહેલી વખત ફ્રાન્સમાં આ રીતે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે પશ્ચિમ ભારતમાં પ્રથમવાર આ પ્રકારની સર્જરી અમદાવાદમાં કરવામાં આવી છે.

Ahmedabad News
Ahmedabad News
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 1:22 PM IST

TAVR પ્રક્રિયાથી અમદાવાદમાં થયું પશ્ચિમ ભારતનું પહેલું ઓપરેશન

અમદાવાદ : દુનિયામાં મેડિકલ વિજ્ઞાન ઘણું બધું આગળ વધી ગયું છે. જેનાથી મેડિકલ ક્ષેત્રને ખૂબ મોટો ફાયદો થયો છે. નવી નવી ટેકનોલોજી દ્વારા ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ઓછા સમયમાં સારી રીતે અને સરળતાથી ઓપરેશન થઈ રહ્યા છે. જેના કારણે દર્દીને ઓછા દર્દ અને ઓછા સમયમાં ઓપરેશન સરળતાથી કરી શકાય છે.

TAVR સર્જરી : ત્યારે ડો. અભિષેક રાજપોપટએ જણાવ્યું હતું કે, મોટી ઉંમરના કારણે વાલ્વની સર્જરી દર્દી પર કરવી ખૂબ જટિલ હોય છે. આજ રીતે 80 વર્ષના વૃદ્ધ કિરણ શાહ નામના વ્યક્તિને આ પ્રકારની સમસ્યા હોવાના કારણે TAVR પ્રકારની સર્જરી કરવાનો વિચાર કર્યો હતો. આ સર્જરી પહેલી વખત 2002માં ફ્રાન્સમાં કરવામાં આવી હતી. આ પ્રકારની સર્જરી યુરોપના દેશમાં વધુ જોવા મળતી હોય છે. પશ્ચિમ ભારતમાં પ્રથમવાર આ સર્જરી અમદાવાદમાં કરવામાં આવી જે સફળ પણ રહી છે.

પરંપરાગત ઓપન હાર્ટ સર્જરીમાં આ પ્રકારના દર્દીને વધુ જોખમ ધરાવતા દર્દી ગણવામાં આવતા હતા. પરંતુ આ પ્રોસિજર દરમિયાન નબળા વાલ્વને દૂર કર્યા વિના કૃત્રિમ વાલ્વ બેસાડવામાં આવે છે. આ વાલ્વ પહોળા થતા નબળા વાલ્વના નબળા ઘટકોને દૂર ધકેલે છે. જેના કારણે રક્તનો ફ્લો નિયમિત થઈ જાય છે. -- ડો. અભિષેક રાજપોપટ (ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ)

વાલ્વની સર્જરી : આવા કિસ્સા દર્દીને વધતા જતા ક્રિએટિનિન લેવલના કારણે કિડની કામગીરી પર અસર થતી હોય છે. આ દર્દીને જટિલ એઓર્ટિક સ્ટેનોસીસને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતીમાં દુખવું, ચક્કર આવવા, પગમાં સોજા રહેવા, સતત થાક લાગવા સહિતના વિવિધ પ્રકારના અન્ય શારીરિક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. એઓર્ટિક સ્ટેનોસિસી અને સિકેડીને કારણે દર્દીના પ્રોફાઈલને ધ્યાનમાં લઈને ડોક્ટર જીરો કોન્સ્ટ્રાસ્ટ TAVR પ્રોસિજર કરવાનું પસંદ કર્યું હતું. કોન્સ્ટ્રાસ્ટ ઈન્ડયુસ નેફ્રોપથીના જોખમ ઓછું રહે અને નાજુક સ્થિતિને ધ્યાનમાં લઈને એઓર્ટિક વાલ રિસ્પેક્ટમેંટ પ્રોસિજનને કારણે દર્દની નજીક સ્થિતિને ધ્યાનમાં લઈને આ પ્રકારની સર્જરી કરવાનો નક્કી કરવામાં આવ્યું હતું.

કૃત્રિમ વાલ્વ : TAVR ટ્રાન્સકેથેટર એઓર્ટિક ફાલ રસ્તા તરીકે ઓળખવામાં આવે છે. તે ઓછામાં ઓછી ઇન્વેસિવ સર્જીકલ ટેક્નિક છે. જેનાથી એઓર્ટિક વાલ્વ સ્ટેનોસીસના દર્દીઓની સારવાર થઈ શકે છે. પરંપરાગત ઓપન હાર્ટ સર્જરીમાં આ પ્રકારના દર્દીઓને વધુ જોખમ ધરાવતા દર્દી ગણવામાં આવતા હતા. પરંતુ આ પ્રોસિજર દરમિયાન નબળા વાલ્વને દૂર કર્યા વિના કૃત્રિમ વાલ્વ બેસાડવામાં આવે છે. આ વાલ્વ પહોળા થતા નબળા વાલ્વના નબળા ઘટકોને દૂર ધકેલે છે. જેના કારણે રક્તનો ફ્લો નિયમિત થઈ જાય છે.

હાર્ટ એટેકના કેસ વધ્યા : રાજયમાં હાલના સમયમાં યુવાનોને હાર્ટ એટેક આવવાના કેસ ખૂબ જ વધારે જોવા મળી રહ્યા છે. ત્યારે ડોક્ટર અભિષેક રાજપોપટનું માનવું છે કે, હાલના યુવાનો બહારનું જંકફૂડ તેમજ પોતાની જાતને વધારે ફીટ દેખાવા માટે એક્સરસાઇઝ વધારે પ્રમાણમાં કરતા જોવા મળી આવે છે. જેના કારણે પણ હાર્ટ એટેક આવવાના કેસમાં વધારો ગણી શકાય છે. કોરોના વેક્સીનને આપણે આના માટે જવાબદાર ગણી શકાય નહીં. કારણ કે, કોરોના વેક્સીનને કારણે જ દેશમાં અનેક યુવાનોને રસી પ્રાપ્ત થઈ અને કોરોના સામે જીત પ્રાપ્ત કરી છે.

  1. Medical Tourism In India : ભારત મેડિકલ ટુરિઝમ માટે પોર્ટલ શરૂ કરશે, વિદેશી નાગરિકોને ભારતમાં સારવાર મળશે : લવ અગ્રવાલ
  2. Organ Donation: રાજ્યમાં 1 વર્ષની અંદર 670 જેટલા જીવંત લોકોએ અંગદાન કર્યું, 817 જેટલા લોકોને મળ્યું નવજીવન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.