ETV Bharat / state

Ahmedabad News : જગન્નાથ મંદિરના સાધુ સંતોને મળ્યું રેશન કાર્ડ, હવે મળશે નવો લાભ - સાધુ સંતો

અમદાવાદ શહેરનું પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં વસતા સાધુસંતોને પ્રથમ વખત અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નવા બારકોડ રેશનકાર્ડ આપવમાં આવ્યાં છે. જેનાથી તેઓને એક મહત્ત્વનો લાભ મળી શકશે.

Ahmedabad News : જગન્નાથ મંદિરના સાધુ સંતોને મળ્યું રેશન કાર્ડ, હવે મળશે નવો લાભ

author img

By

Published : Aug 18, 2023, 9:35 PM IST

અન્ન નાગરિક પુરવઠા વિભાગ

અમદાવાદ : અમદાવાદના જગન્નાથ મંદિરમાં વસતા સાધુસંતોમાં આજે રાજીપો છવાયો હતો. કારણ કેે પ્રથમ વખત અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અહીં વસતાં સાધુસંતોને નવા બારકોડ રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે આ સાધુ સંતો કેન્દ્ર સરકારની આરોગ્ય સુરક્ષા યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડની સેવાનો લાભ લઈ શકશે.

આયુષ્યમાન કાર્ડની સેવા ઉપલબ્ધ ગરીબ પરિવારને પણ આકસ્મિક સારવાર ઉભી થાય પરંતુ જો પોતાની જરૂર મુજબ પૈસાનો હોય તો તે સારી સારવાર કરી શકતો નથી. તેના લીધે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડની સેવા ઉપર કરવામાં આવી છે. પરંતુ આ સેવા લેવા માટે રેશનકાર્ડ ખૂબ જ હોવું જરૂરી છે. ત્યારે ભારતની અંદર સેવા સાથે સંકળાયેલા સાધુ સંતો પાસે રહેઠાણનો પુરાવો હોતો નથી. જેના કારણે રેશનકાર્ડ કઢાવવું ખૂબ જ મુશ્કેલી અનુભવતું હોય છે. જેના કારણે આયુષ્યમાન કાર્ડ નો લાભ લઈ શકતા નથી. પરંતુ અમદાવાદમાં નાગરિક પુરવઠા નિગમ દ્વારા જગન્નાથ મંદિરના સેવા કરતા 8 જેટલા સાધુ સંતોને આજે રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે. પરંતુ અમુક યોજના મંદિરના સાધુ સંતો તેનો લાભ લઈ શકતા નથી. તેવી જ રીતે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં અનેક એવા સાધુ-સંતો કે મહંતો છે. જે પોતાની સેવા મંદિરમાં આપી રહ્યા છે. આજ સાધુ સંતો ભારત સરકારની તાજેતરની આયુષ્યમાન કાર્ડ યોજનાનું લાભ લઈ શકે તે માટે નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મહત્વનું કામ કર્યું છે. અમદાવાદમાં પહેલી વખત જગન્નાથ મંદિરના સાધુ સંતોને બારકોડના નવા રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ...જશવંત જેગોડા( એડિશનલ કલેકટર, અમદાવાદ શહેર)

રેશનકાર્ડ મહત્વનું : વધુમાં તેમને જણાવ્યું હતું કે સાધુ સંતો કામ કરતા બીમારી થાય તો તેમને આયુષ્યમાન કાર્ડનો પ્રશ્ન ઉભો થતો હતો. કારણ કે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે રેશનકાર્ડ ખૂબ જ મહત્વનું હતું. આવા પહેલાં બે ત્રણ કેસ ધ્યાનમાં આવ્યા હતા. ત્યારે નિર્ણય લીધો કે આ સાધુ સંતો માટે પણ આયુષ્યમાન કાર્ડ ખૂબ જ મહત્વનું છે. જેના લીધે સાધુ સંતો માટે રેશનકાર્ડ બનાવીને તેમને આયુષ્માન કાર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો.

આરોગ્ય સુરક્ષાનો મહત્ત્વનો લાભ મળશે
આરોગ્ય સુરક્ષાનો મહત્ત્વનો લાભ મળશે

સાધુસંતો પાસે રહેઠાણનો પુરાવો નથી હોતો : રેશનકાર્ડ કઢાવવા માટે રહેઠાણનો પુરાવો ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે સાધુ સંતો મંદિરમાં હોવાને કારણે તેમના રહેઠાણનો પુરાવો ન હોવાથી તે આયુષ્યમાન કાર્ડનો લાભ લઈ શકતા ન હતાં, પરંતુ તે ભારતના નાગરિક છે કે નહીં તેનું ચેકિંગ કરીને મંદિરમાં સેવા કરતા હોય તો મંદિરના પત્ર અરજી કરીને તેમની તપાસ કરી સેવા કાર્યમાં સંકળાયેલા સાધુ સંતોને રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આજે અંદાજિત 8 જેટલા સંતોને રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ બાકીના સાધુઓને વિતરણ કરવામાં આવશે. આવા રાજ્યમાં જે પણ સાધુસંતો સેવા સાથે સંકળાયેલા હશે. તેવાઓને લોકોને પણ આયુષ્યમાન કાર્ડનો લાભ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.

  1. Jagannath Temple : જગન્નાથ મંદિરની કરોડોની જમીન પરત લેવા વિશ્વ હિન્દુ પરિષદે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
  2. Ahmedabad Jagannath Temple : અમદાવાદનું જગન્નાથ મંદિર પરિસર કરાશે રિડવેલપ, બહારથી આવનાર લોકો માટે અનેક સુવિધાઓ
  3. Ahmedabad News: અમદાવાદ જગન્નાથ મંદિરની કરોડોની ગૌચર જમીનનો વિવાદ હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.