ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ચેકિંગ જૂઓ

અમદાવાદ શહેરના ઇતિહાસમાં સૌથી ભયાનક અકસ્માતમાં દર્જ થઇ ગયેલો ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ચેકિંગ કાર્યવાહી પૂરજોશમાં ચાલતી જોવા મળી હતી. શુક્રવારે રાત્રે શહેરમાં થયેલી આ પ્રકારની કામગીરી વિશે વધુ જાણો

Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ચેકિંગ જૂઓ
Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ચેકિંગ જૂઓ
author img

By

Published : Jul 22, 2023, 4:30 PM IST

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ચેકિંગ કાર્યવાહી પૂરજોશમાં

અમદાવાદ : અમદાવાદ શહેરમાં 20 જુલાઇની મોડી રાતે 9 લોકોને મોતના મુખમાં ધકેલનાર અકસ્માતની ઘટનાને શહેર પોલીસ તંત્ર એક્શનમાં જોવા મળ્યું હતું. શુક્રવારે રાત્રે શહેરના જુદા જુદા એન્ટ્રી પોઈન્ટ પર અમદાવાદ પોલીસનું સઘન ચેકિંગ યોજાયું હતું. જેમાં ખાસ કરીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ચેકિંગ કાર્યવાહી પૂરજોશમાં ચાલતી જોવા મળી હતી.

કઇ રીતે થયું ચેકિંગ : અમદાવાદ શહેર પોલીસના આ ચેકિંગમાં બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદની પશ્ચિમ છેડાના સરખેજ ગાંધીનગર હાઈવેથી લઈ છેક નરોડા ચોકડી સુધીના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસની ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.

મહિલા પોલીસ મૂકાઇ : પોલીસને જરા પણ શંકા જતી હોય તેવા વાહનોને રોકવામાં પોલીસ સતર્કતા દાખવી રહી હતી. તમામ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ખાસ કરીને મહિલા ડ્રાઈવ કરતી હોય તેવી ગાડી રોકવામાં આવે તો તે માટે સ્થળ પર ખાસ મહિલા પોલીસનો સ્ટાફ પણ મૂકવામાં આવેલો જોવા મળ્યો હતો.

ડ્રાઇવમાં આવા કેસો પણ પકડાયા : અમદાવાદ પોલીસની ચેકિંગ ડ્રાઇવમાં હેલ્મેટ અને લાયસન્સ વગર વાહન ચલાવી રહેલા લોકો પણ ઝપટમાં આવ્યાં હતાં. સિંધુભવનથી લઈને ગોતા ક્રોસિંગ સુધીના એરિયામાં પોલીસની ખાસ ડ્રાઈવ વધુ કડક જોવા મળી હતી. અહીં રાત્રીના સમયે ચેકિંગ કરવામાં આવ્યું. હતું.

ચેકિંગ દરમિયાન શી તપાસ થઇ : અમદાવાદ પોલીસની ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ફોર વ્હીલ સહિતના વાહનો રોકવામાં આવ્યાં હતાં. તેના કાયદેસર કાગળિયાં તપાસવા સહિત ડેકી ખોલાવીને કરવામાં આવી તપાસ થઇ હતી. લાયસન્સથી લઈને જરૂરી અન્ય ડૉક્યુમેન્ટની પૂછપરછ કરવામાં આવી હતી. સીટ બેલ્ટ અને હેલ્મેટને લઈને પણ તપાસ નોંધ કરવામાં આવી હતી.

સમયાંતરે ચેકિંગ ડ્રાઇવ : અમદાવાદ પોલીસ દ્વારા સમયાંતરે જુદા જુદા વિસ્તારમાં આવી ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવે છે. તેવામાં ઇસ્કોન બ્રિજ દુર્ઘટના જેવો બનાવ ફરી ન બને તેની સતર્કતા વધારવા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ પકડાશે તો સખ્ત કાયદેસર કાર્યવાહી કરવાનું પોલીસે મન બનાવી લીધું છે.

  1. Ahmedabad Accident Case: તથ્ય પટેલનો રીપોર્ટ નેગેટિવ, નથી લીધું કોઈ નશાકારક પીણું
  2. Surat Crime : બ્રિજ ઉપર સર્પાકાર મોપેડ ચલાવનાર કિશોરના પિતા સામે કાર્યવાહી, હાથ જોડી માફી માગી
  3. Ahmedabad Accident: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે CM ભૂપેન્દ્ર પટેલે હાઈલેવલ બેઠક યોજી, તમામ પરિવારજનોને જલ્દી ન્યાય મળશે- હર્ષ સંઘવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.