અમદાવાદ: અમદાવાદની વસ્તીને ધ્યાનમાં રાખીને ઘણા બધા બ્રિજ બનાવવામાં તો આવી રહ્યા છે. જોવાનું રહ્યું કે, આ બ્રિજની આયુ કેટલી? ઘણાં બ્રિજ બાળમરણ પામી રહ્યા છે. શહેરમાં અનેક બ્રિજ બની રહ્યા છે. હાલના સમયમાં તમામ બ્રિજ વિવાદોથી ઘેરાયેલા જોવા મળે છે. વિપક્ષ અનેક વાર તેનો વિરોધ કરે છે, આમ છતાં અમદાવાદ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ તો અમદાવાદવાસીઓ માટે આગામી તારીખ 15 મેના રોજ નવા ફૂલેકા સમાન મુમદપુરા ફ્લાવર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે. આ પહેલા આ જ બ્રિજનો એક સ્પાન તૂટી ગયો હતો. પછી વિવાદમાં આવ્યો હતો. આ બ્રિજને તૈયાર થતા નવ વર્ષનો સમય લાગ્યો છે.
પૂલ ખુલ્લો મૂકાશે: અમદાવાદ શહેરનો વિસ્તાર દિવસે વધી રહ્યો છે. ત્યારે ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ ચાર રસ્તા પર ફલાય ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. હવે અમદાવાદ શહેરની ફરતે તૈયાર કરવામાં આવેલ સરદાર પટેલ રિંગ રોડ પર પણ સિગ્નલ મુક્ત કરવા માટે ફ્લાય ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદિત મુમદપુરા બ્રિજ આખરે તૈયાર થયો છે. એ આગામી તારીખ 15 મી આસપાસ ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
મેમદપુરા બ્રિજનું કામ પૂર્ણ થવા આવ્યું છે. તે બ્રિજનો એક સ્પાન તૂટી ગયો હતો. તે પણ તૈયાર કરીને તેની ઉપર ડામર પાથરવાનું કામ ચાલુ છે. લોડ ટેસ્ટીગ બાકી છે. આગામી એક સપ્તાહમાં કામ પૂર્ણ કરી તારીખ15 મે પહેલા ખુલ્લો મૂકી દેવામાં આવશે. ઔડા દ્વારા 18 જેટલા પ્લોટનું વેચાણ કરવામાં આવશે. જેમાં બોપલ વિસ્તારની 6 પ્લોટ,ચાંદખેડા 7 પ્લોટ, પ્રહલાદનગર 2 પ્લોટ,મણિપુર ગોધાવી 2 પ્લોટનું વેચાણ કરવામાં આવશે.--ડી.પી.દેસાઈ (મુખ્ય કારોબારી, ઔડા)
વધુ એક ફ્લાય ઓવરબ્રિજ: સરકારી રીપોર્ટ અનુસાર સાબરમતી નદી પીરાણા ગામ અને કમોડ વચ્ચે ગાય સર્કલ પર એક ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજની કામગીરી ચાલતી હોય છે. ત્યારે ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. તેથી આ સર્વિસ રોડ પર ટ્રાફિક કંટ્રોલ થઈ શકે તે માટે આરસીસી સર્વિસ રોડ પર બનાવવાનું નક્કી કર્યું છે. 10.30 મીટર પહોળાઈ સર્વિસ રોડ પહેલા બનાવવામાં આવશે.ઔડા દ્વારા પહેલો પ્રયોગ કરવામાં આવ્યો છે. સાયન્સ સીટી નીચે પીલર પર સાયન્સ સીટીની થીમ તૈયાર કરવાની દરખાસ્ત સાયન્સ સીટી દ્વારા ઔડાની કરવામાં આવી હતી. જેને બેઠકમાં તેને મંજૂરી આપી છે પરંતુ આ તેમનો તમામ ખર્ચ સાયન્સ સીટી દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો |
ઔડાની સેવા ઓનલાઈન: ઔડા પોતાના હસ્તક પ્લોટ હંગામી વપરાશ માટે આપવામાં આવે છે. હવે ઔડા દ્વારા આ હંગામી વપરાશ માટે પણ અરજદાર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેને ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે. જેથી લોકો સ્પેશિયલ આ કામ માટે ઔડા ઓફિસ આવું ના પડે તે માટે આ સેવા પણ શરૂ કરવામાં આવશે. ઔડા દ્વારા અલગ અલગ નકશા માટે અરજી કરવામાં આવતી હતી. પણ હવે નવા સોફ્ટવેરથી અરજી કરી શકશે અને તમામ કામ ઔડાના હવે ઓનલાઈન થાય તેવી તૈયાર પણ કરવામાં આવી રહી છે.