અમદાવાદ : દેશના લોહપુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલ જેમનું દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ નર્મદા નદી પર બાંધવામાં આવ્યું છે. દુનિયાના લોકો તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યાં છે. ત્યારે તેમણે જે દેશ માટે કર્યું છે તે માટેે આદર સમર્પિત કરવા માટે મધ્યપ્રદેશનો એક યુવાન દેશમાં વિવિધ રાજ્યો દોડી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોચવાના લક્ષ્યાંક સાથે 21 જૂન નીકળ્યો છે. ત્યારે આજે દોડવીર યુવાન સમીરસિઘ અમદાવાદ શહેરના પ્રવેશ્યો હતો તે સમયે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
જે વ્યક્તિએ દેશ માટે કામ કર્યું છે તેવા લોકો માટે હું કંઈક કામ કરવા માંગુ છું. સરદાર વલ્લભભાઈ પટેલ દેશ માટે બહુ મોટું કામ કર્યું છે. માત્ર દેશની આઝાદી નહીં પરંતુ આઝાદી બાદ પણ ભારતને એક કરવાનું કામ તેમણે કર્યું છે. દેશમાં જુનાગઢ, હૈદરાબાદ જેવા અનેક 562 રજવાડાઓ એક કરવાનું કામ એમણે કર્યું હતું. તેથી મારું માનવું છે કે દેશના તમામ યુવાનોએ સરદાર સાહેબ માટે પોતાની થાય એટલું કામ કરવું જોઈએ...સમીરસિંઘ(દોડવીર)
4 મહિનામાં દેશના અનેક રાજ્યોમાંથી પસાર થશે : સમીરસિંઘે 21 જૂન એટલે કે વર્લ્ડ યોગ દિવસના દિવસે કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પોતાની દોડવાની શરૂઆત કરી હતી. પાંચ દિવસમાં આજે અમદાવાદ આવી પહોંચ્યો હતો. તે આગામી 4 મહિનામાં દેશના અનેક રાજ્યોમાંથી પસાર થશે. જેમાં રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી,મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરલ,તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાંથી પસાર થઈને પરત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે.સરદાર સાહેબની પુણ્યતિથિ 31 ઓક્ટોબર પહેલાં તે 10,000 કિલોમીટરનું અંતર કાપી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચે તેવો લક્ષ્યાંક મૂક્યો છે.
દોડ સરદાર સાહેબને સમર્પિત : વધુમાં સમીરસિંઘે જણાવ્યું હતું કે શરૂઆતમાં રોજનું 70 જેટલું કિલોમીટર જેટલું અંતર કાપવામાં આવી રહ્યું છે. જેમ જેમ દિવસ પસાર થશે. તેમ ધીમે ધીમે તેના અંતરમાં પણ વધારો કરવામાં આવશે. દરરોજ દોડતા હોવાને કારણે કોઈપણ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી નથી. જેને દેશ માટે જન્મ લઈને જે આપણને આપ્યું છે. તે વ્યક્તિને ક્યારેય પણ આપણે ભૂલવા ન જોઈએ. તેમના માટે બને તેટલું કંઈક કરવું જોઈએ. જેથી મેં આ 10,000 કિમીની દોડવાની શરૂઆત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કરી છે. તેની પૂર્ણાહુતિ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ જ કરવામાં આવશે.આ મારી દોડ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત રહેશે.