અમદાવાદ : 20 ફેબ્રુઆરી 2016 ના રોજ જમ્મુ કાશ્મીરમાં આવેલ એક ઇન્સ્ટિટયૂટમાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં કેપ્ટન તુષાર મહાજને તેમની વીરતા અને બહાદુરથી ઇન્સ્ટિટયૂટમાં ફસાયેલા કર્મચારી અને વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢી આતંકવાદીઓનો ખાતમો કરવા માટે વીરતાપૂર્વક લડ્યા હતા. આખરે આતંકવાદી સામે લડતા કે દેશ માટે કેપ્ટન તુષાર મહાજન માત્ર 26 વર્ષની ઉંમરે જ શહીદ થયાં હતાં. તેમની બહાદુરી જોઈને તેમને 2016 શૌર્ય ચક્ર વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ શહીદ જવાનના માતાપિતા અમદાવાદના શહીદ મહિપાલસિં વાળાના પરિવારને મળવા આવ્યાં તે સમયે ઈટીવી ભારત દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી હતી,
"યાદ કરો વો કુરબાની" : કદાચ આપણે આપણા વિસ્તાર કે આપણા ઘરની અંદર બેસીને આપણા પરિવાર સાથે સુખ શાંતિથી રહી શકીએ છીએ પરંતુ દેશની સરહદ પર લડતા દેશનો જવાન થકી જ આપણે શાંતિથી રહી શકતા હોઈએ છીએ. ત્યારે તે જવાન દેશની સુરક્ષા માટે પોતાના પરિવારથી પોતાના બાળકોથી દૂર રહે છે. આવા અનેક એવા જવાનો છે કે જેમણે પોતાના બાળકનું મુખ જોયા વિના દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આજ આપણે એક એવા વીર જવાનની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે માત્ર 26 વર્ષની ઉંમરે જ આતંકવાદીઓને સામનો કરવા જતા પોતાના જીવનું બલિદાન આપ્યું હતું અને તેમની બહાદુરી જોઈને તેમને શૌર્ય ચક્ર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
અચાનક આતંકવાદી હુમલો : 20 ફેબ્રુઆરી 2016એ એક એવો દિવસ જે જમ્મુ કાશ્મીરની અંદર એક બહુમાળી ઇન્સ્ટિટયૂટની અંદર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના એક એવા સમયની છે કે 20 ફેબ્રુઆરી 2016ના રોજ કેપ્ટન તુષાર મહાજનનું એક એકમ જમ્મુ અને કાશ્મીરના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે લોકો રોજ રાબેતા મુજબ તેમની પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. 20 ફેબ્રુઆરીના રોજ CRPF જવાન સર્ચ ઓપરેશન કર્યા બાદ પરત ફરી રહ્યા હતા. તે સમયે આતંકવાદીઓએ પેમ્પોર CRPFના કાફલા ઉપર અચાનક હુમલો કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો પણ 11 જેટલા દેશના જવાનો ઘાયલ થયા હતા.
100 લોકોને સહીસલામત બહાર કાઢવામાં સફળ : આતંકવાદીઓ શ્રીનગરથી લગભગ 15 કિ.મી દક્ષિણે પુલવામાં જિલ્લાના પમ્પોર ખાતે આવેલ બહુમાળી આંત્રપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટયૂટમાં ઘૂસીને ત્યાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને બંધી બનાવ્યા હતાં. પોલીસ અને સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો હતો. એક સર્ચ ઓપરેશન કરીને તે ઇન્સ્ટિટયૂટમાં રહેલા વિદ્યાર્થીઓ અને EDIના કર્મચારી સહિતના 100 થી વધુ લોકોને બિલ્ડીંગની બહાર સહી સલામત કાઢવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ સુરક્ષા દળોના દ્વારા 9 પેરાના ચૂનંદા દળનો ઉપયોગ કરી આતંકવાદીઓને ખતમ કરવા એક ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.
આતંકવાદીઓને વિસ્તાર છોડવા મજબૂર કર્યા : 9 પેરાએ હાર્ડકોર આતંકવાદીઓને બેઅસર કરવા માટે મોડી રાત સુધી કમાન્ડોનું ઓપરેશન શરૂ કરવાનું નક્કી કર્યું. ઓપરેશન નેતૃત્વ કેપ્ટન તુષાર મહાજનને આપવામાં આવ્યું હતું. તેમણે તેના સૈનિકો સાથે વિશાળ ઇમારત પર હુમલો કર્યો. આતંકવાદીઓને તે ઇમારત છોડીને અન્ય વિસ્તારમાં જવા માટે મજબૂર કર્યા હતાં. આતંકવાદીઓ પાસે ઓટોમેટિક હથિયારો તેમજ ગ્રેનેડનું પણ ઉપયોગ કરી રહ્યા હતા. આ ઓપરેશન દરમિયાન કેપ્ટન તુષાર મહાજનને 4 ગોળી વાગતાં ગંભીર ઘાયલ થયા હતા. તેમને શ્રીનગરની 92 બેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ગંભીર ઈજા અને ગોળીઓ વાગી હોવાથી તેમનો જીવ બચાવી શકાયો નહીં. દેશની સુરક્ષા માટે તેમણે માત્ર પોતાનાં જીવનના 26માં વર્ષે દેશ માટે બલિદાન આપ્યું હતું અને તેમનું આ બલિદાન તેમજ બહાદુરીથી સર્વોચ્ચ બલિદાન માટે અપાતાં શૌર્ય ચક્ર વીરતાનું પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.
પરિવારની ઈચ્છા વિરુદ્ધ સેનામાં જોડાયા હતાં વીર જવાન : તુષાર મહાજનનો જન્મ 20 એપ્રિલ 1989ના રોજ જમ્મુ કશ્મીરમાં આવેલ ઉધમપુરમાં થયો હતો. તેમના પિતા દેવરાજ ગુપ્તા ઉધમપુરમાં શિક્ષણવિદ તરીકે જાણીતાં હતા. તુષાર મહાજને ધોરણ 8 સુધીનો અભ્યાસ લિટલ ફ્લાવર્સ કોન્વેન્ટ સ્કૂલમાં કર્યો હતો. જ્યારે ધોરણ 12નું અભ્યાસ અને ઉધમપુરમાં જઈને પૂર્ણ કર્યું હતું. તેમનો પરિવાર તેમના મોટાભાઈની જેમ એન્જિનિયર બને તેવું ઈચ્છે રહ્યા હતા. પરંતુ કેપ્ટન તુષાર મહાજનને બાળપણથી જ આતંકવાદીનો સામનો કરવા અને તેમને ખતમ કરવા માટે સૈન્ય બનવાનું સપનું જોયું હતું. આખરે તે પોતાનું સપનું પૂર્ણ કરવા માટે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં તાલીમ માટે પસંદ થયા હતા.
પેરાશૂટ રેજીમેન્ટમાં શામેલ : તેઓ 2006ની બેંચમાં એનડીએમાં જોડાયા અને 2009માં તે IMA ગયા હતા. સેનામાં અધિકારી બન્યા. તે પ્રખ્યાત પેરાશૂટ રેજીમેન્ટમાં શામેલ થયા. જેમાં ચૂનંદા 9 પેરામાં જોડાયા. કેપ્ટન તુષાર મહાજન હંમેશા એક સાહસિક જીવન પસંદ કરતા હતા. જે પ્રતિષ્ઠિત સ્પેશિયલ ફોર્સ યુનિટમાં કમાન્ડર તરીકે હોવાનો પણ ગર્વ અનુભવતા હતા. પરંતુ આખરે EDI ઇન્સ્ટિટયૂટમાં આતંકવાદીનો સામનો કરતા માત્ર 26 વર્ષની ઉંમરે જ દેશ માટે તેમને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.