ETV Bharat / state

Ahmedabad News : અમેરિકાના મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાના મંદિરોનું નિર્માણ, આ સંસ્થા કરશે સહયોગ

author img

By

Published : May 23, 2023, 8:22 PM IST

વિશ્વ ઉમિયાધામ આગામી સમયમાં એક મોટું કાર્ય આયોજિત કરી રહી છે. અમેરિકાના ત્રણ રાજ્યમાં વિશ્વઉમિયાધામના સહકારથી મા ઉમિયાના ભવ્ય મંદિરો બનાવવામાં આવશે. આ મંદિરોમાં મા ઉમિયાની મૂર્તિની પધરામણી વિશ્વઉમિયાધામ કરાવશે.

Ahmedabad News : અમેરિકાના મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાના મંદિરોનું નિર્માણ, આ સંસ્થા કરશે સહયોગ
Ahmedabad News : અમેરિકાના મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાના મંદિરોનું નિર્માણ, આ સંસ્થા કરશે સહયોગ

અમદાવાદ : પાટીદાર સમાજના કૂળદેવી મા ઉમિયાના ભવ્ય મંદિરો ગુજરાતમાં છે તેનાથી વધુ ભવ્ય મંદિરોનું નિર્માણ આગામી દિવસોમાં અમેરિકામાં થવા જઇ રહ્યું છે. અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામના સહયોગમાં અમેરિકામાં વસતાં પાટીદારો અમેરિકાના ત્રણ રાજ્યમાં મા ઉમિયાનું મંદિર નિર્માણ કરશે. અમેરિકાના મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાના મંદિરોનું નિર્માણ કરાશે જેમાં મૂર્તિ વિશ્વઉમિયાધામ પધરાવશે.

હાલ ટીમ અમેરિકાના પ્રવાસે : જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની કટિબદ્ધતા સાથે વૈશ્વિક સંગઠનની જ્યોતને મા ઉમિયાના આસ્થા કેન્દ્રબિંદુથી પ્રજ્વલિત તેમજ પ્રસારિત કરવા અંતર્ગત વિશ્વઉમિધામના પ્રમુખ આર. પી. પટેલ સહિત 6 ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે છે. ગત સપ્તાહમાં વિશ્વઉમિયાધામ ટીમની ત્રણ રાજ્યોમાં મિટિંગ યોજાઈ હતી.

હિન્દુ ધર્મની આસ્થાને ઉજાગર કરવા માટે અને પશ્ચિમના દેશોમાં મા ઉમિયાના મંદિર બને તેવા શુભ આશયથી વિશ્વ ઉમિયાધામ માતાજીની મૂર્તિ પધરાવશે. મા ઉમિયાના મંદિરથી ભારતીય સંસ્કૃતિના દર્શન વિશ્વમાં થશે...આર. પી. પટેલ (વિશ્વ ઉમિયાધામના પ્રમુખ)

અમેરિકામાં મા ઉમિયા મંદિર ક્યાં બનશે : આ બેઠકોમાં કયા સ્થળે મા ઉમિયા મંદિર બનશે તે પણ નક્કી કરી લેવાયું છે. માં વિશ્વઉમિયાધામની અમેરિકા ટીમના વિવિધ ચેપ્ટરની ટીમે ઈન્ડિયાના સ્ટેટના ઈન્ડિયાના પોલીસ શહેરમાં તો મિશિનગન સ્ટેટના ડેટ્રોઈટ શહેરમાં અને કેન્સાસ સ્ટેટમાં જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે.

સ્નેહમિલનનું આયોજન : મહત્વનું છે કે આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ એવમ્ ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનશે. આ ઉપરાંત વિશ્વઉમિયાધામ દ્વારા મિશિગન, કેન્સાસ અને શિકાગો સ્ટેટમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં અમેરિકામાં વસતા 1000થી વધારે પરિવારો જોડાયા હતા.

મજબૂત સંગઠન બનાવવાની ભાવના : યુએસએ ઈન્ડિયાનાપોલીસ ચેપ્ટર સ્નેહમિલનમાં વાત કરતા પ્રમુખ આર.પી.પટેલે વિશ્વઉમિયાધામ સંસ્થાના વિઝન અને મિશનથી સૌને માહિતગાર કર્યા હતાં. સંસ્થાના વિઝન અને મિશનથી પ્રેરાઈને ઉપસ્થિત સર્વેજનો વિશ્વ ઉમિયાધામની વિચારધારા સાથે જોડાઈ મજબૂત સંગઠન બનાવવાની ભાવના પણ સૌમાં ઉજાગર થઈ.

  1. The tallest temple in the world : વિશ્વ ઉમિયાધામના મંદિર નિર્માણનું કાર્ય શરૂ
  2. Kutch News : વાંઢાયમાં કડવા પાટીદાર સમાજનો ઉમિયા મંદિર અમૃત મહોત્સવ, નવી પેઢીના ધર્મ સંસ્કાર મજબૂત થશે
  3. Jaggi Vasudev in Umiyadham : સદ્દગુરૂએ વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિર માટે કર્યું આ કાર્ય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.