અમદાવાદ : લેહ લદાખ યુનિવર્સિટી અધિકારી દ્વારા અમદાવાદ ખાતે આવેલ ઈસરોની બે દિવસીય મુલાકાત લેવામાં આવી હતી. ઈસરોના એક્ઝિબિશનની મુલાકાત કરી હતી..જેમાં લદાખ યુનિવર્સિટીના પ્રોફેસર, વાઇસ કાઉન્સિલર સહિતના અધિકારીઓ હાજર હતાં. જેમાં યુટી સંસ્થાના ચેરમેન કાશી ગેતસલએ ઈટીવી ભારતની મુલાકાતમાં વાત કરતા જણાવ્યું કે ઈસરો સ્પેસ સાથે મળીને એક એપ્લિકેશન બનાવવા માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં તે એપ્લિકેશન લઈને એમઓયુ પણ કરવામાં આવશે.
ઇસરો એક્ઝિબિશનની મુલાકાત : શેખ અને લદાખ યુનિવર્સિટી બંનેએ ઇસરો એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી... બંને સાથે મળીને એક એપ્લિકેશન બનાવશે જેના એમઓયુ કરવામાં આવ્યા છે. આ સાથે જ ઈશ્વરમાં જેવું એક્ઝિબિશન છે તેવું જ એક્ઝિબિશન લદાખ યુનિવર્સિટીમાં બને તેવું ઇચ્છી રહ્યા છે જેને લઈને ઈસરો એજ્યુકેશનની મુલાકાત કરી હતી.
બાળકોને વિજ્ઞાન અભિમુખ બનાવાશે : પૃથ્વી પરનું સૌથી સૌંદર્ય માણવા માટેનું કોઈ સુંદર સ્થળ હોય તે ભારતના ઉત્તર દિશામાં આવેલું લેહ લદાખ છે. પરંતુ લેહ લદાખ માત્ર પ્રવાસ સ્થળો જ રીતે જોવા મળી રહ્યું હતું. પરંતુ હવે તેના બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકે તે માટે યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી હતી. બાળકો સાયન્સ વિશે પણ જાણી શકે તે માટેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ત્યાંના પ્રોફેસરો અને અધિકારીઓ અમદાવાદ ઇસરોની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતાં જ્યાં તેમણે ઈટીવી ભારત સાથે ખાસ વાત કરી હતી.
અહીંયા અમારો બે દિવસનો પ્રવાસ હતો જેમાં સ્પેસ એપ્લિકેશન પ્રોજેક્ટ માટે પણ મીટીંગ કરવામાં આવી હતી. જેમાં શેખ સાથે યુનિવર્સિટી ઓફ લદાખ દ્વારા એક કોલાબરેશન બેઝ એપ્લિકેશન બનાવવા જઈ રહ્યા છીએ. જે અલગ જ મોડલ રૂપે જોવા મળશે. તેનું નામ પણ એક યુનિક રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટને " લામા "તરીકે ઓળખવામાં આવશે...કાશી ગેતસલ યુટી, ચેરમેન
કેવી હશે એપ્લિકેશન : શેખ અને યુનિવર્સિટી ઓફ લદાખ સાથે મળીને એપ્લિકેશન બનાવવા માટે એમઓયુ કરવામાં આવશે. આ એપ્લિકેશનથી લદાખમાં થતું ભૂમિ પરિવર્તન, લદાખનું વાતાવરણ, લદાખમાં આવેલા જંગલો, નેચરલ રિસર્ચ, વાતાવરણમાં થતું પરિવર્તન જેવી વિવિધ બાબતો જાણવામાં મદદરૂપ થશે. આ એપ્લિકેશન બનાવવા માટે શેખ પૂરી રીતે મદદ કરશે. લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ ઘણું બધું પરિવર્તન જોવા મળી રહ્યું છે. જેના કારણે લદાખમાં નેચરલ રિસર્ચ અને નેચરલ પાણી મોટા પ્રમાણમાં જોવા મળે છે. લદાખને ધ્યાનમાં રાખીને જ આ એપ્લિકેશન બનાવવામાં આવશે.
લદાખમાં બાળકો વિજ્ઞાનથી વંચિત : શેખ તેમજ લદાખના અધિકારીઓ અમદાવાદને ઇસરોની અંદર અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. વિક્રમ સારાભાઈ એજ્યુકેશન સેન્ટરની મુલાકાત કરી હતી અને આ મોડલને લદાખની અંદર કેવી રીતે લઈ જવું અને લદાખના બાળકો વિજ્ઞાનથી વંચિત છે તે લોકો સુધી કેવી રીતના પહોંચાડવું તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. કારણ કે લદાખના બાળકો હજી સુધી પણ દુનિયાનો સાયન્સ કેટલું આગળ વધી ચૂક્યું છે તેનાથી માહિતગાર જોવા મળી રહ્યા નથી.