ETV Bharat / state

Ahmedabad News : એએમટીએસ બસ ટાંક કોન્ટ્રાક્ટરનો બસ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એએમટીએસને કોન્ટ્રાક્ટર સીસ્ટમને હવાલે કરાયા બાદ તેના ડ્રાયવરોની અશિસ્તતાના બનાવો બનતાં રહે છે. એએમટીએસ બસના ટાંક કોન્ટ્રાક્ટરનો બસ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. જોકે બસ ડ્રાઈવર સસ્પેન્ડ કરી દેવાયો છે.

Ahmedabad News : એએમસટીએસ બસ ટાંક કોન્ટ્રાક્ટરનો બસ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

author img

By

Published : Apr 28, 2023, 6:33 PM IST

બસ ડ્રાઈવર સસ્પેન્ડ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એએમટીએસ સર્વિસમાં ટાંક કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવવામાં આવતી એએમટીએસ બસનો એક ડ્રાઇવર દારૂની નશો કરી ગાડી ચલાવી હતી. જેને ડ્રાઇવિંગ કરતો હોય તે રીતે પકડતા એએમટીએસ દ્વારા પોલીસને જાણ કરીને તેમને સોંપવામાં આવ્યો હતો અને એએમટીએસ દ્વારા તે ડ્રાઇવરને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

વિડિયો વાયરલ : અમદાવાદ શહેરમાં શહેરની જનતાને ટ્રાન્સપોર્ટની સુવિધા આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 1,000 થી પણ વધુ બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ બસનું સંચાલન કરવા માટે અલગ અલગ કોન્ટ્રાક્ટરોને આ જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા જે ડ્રાઇવરોની નિમણૂક કરવામાં આવે છે. તેમાંના અમુક ડ્રાઇવર દારૂ પીને ડ્રાઇવિંગ કરતા હોય છે.જેનો વધુ એક વિડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો Ahmedabad Accident: વિશાલા સર્કલ પર પૂરઝડપે આવતી AMTS બસે રિક્ષા સહિતના વાહનોને લીધા અડફેટે, 2 ઈજાગ્રસ્ત

વર્ધીની ગાડીનો ડ્રાયવર : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટાંક કોન્ક્ટ્રાકટરનો નરેશ તપોધન નામનો ડ્રાયવર આજ રોજ મણિનગરથી GJ01 FT 1196 નંબરની બસ લઈને એક સ્પેશિયલ વર્ધીમાં નીકળ્યો હતો. બસમાં બેસેલ પેસેન્જરોને જે સ્થળે ઉતારીને પરત મણિનગર ખાતે આવેલ એએમટીએસના બસ સ્ટેન્ડ પર દારૂ પીધેલી હાલતમાં શહેરના એક જાગૃત નાગરિકે તેને પકડીને એએમટીએસના અધિકારીઓને સોંપ્યો હતો. ડ્રાઇવરે પણ પોતે દારૂનો નશો કર્યો હોય તેવું કબૂલ્યું હતું. પોતાની ભૂલ થઈ છે તે પણ માની હતી.

આ પણ વાંચો અમદાવાદઃ AMTS બસ ખાડામાં ખાબકી, 4 લોકો ઇજાગ્રસ્ત

સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો : એએમટીએસ ચેરમેન વલ્લભભાઈ પટેલ ETV bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે નરેશ તપોધન ડ્રાયવર એક સ્પેશિયલ વર્ધિ લઈને મુકવા ગયો હતો. તે વર્ધિના લોકોને મૂકીને પરત આવતી વખતે રસ્તા ક્યાંક બસ ઉભી રાખીને દારૂ પીવા ગયો હતો. તે દારૂ પીને મણિનગર AMTS સ્ટેન્ડ પર બસ પાર્ક કરી હતી. ત્યાંના જાગૃત નાગરિકે એએમટીએસ અધિકારીને જાણ કરી હતી અને ATMSના અધિકારી દ્વારા તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવીને તેને સોંપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એએમટીએસ દ્વારા પણ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

અગાઉ પણ આવા કિસ્સા સામે આવ્યા છે : ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક ડ્રાઇવરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે અને અગાઉ પણ ડ્રાઇવરો ચાલુ નોકરી જ દારૂ પીને ડ્રાઇવિંગ કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા હતા. જેને લઇને જીવ જોખમમાં મૂકે તેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે. જેને લઈને અમદાવાદ શહેરમાં ગંભીર અકસ્માત સર્જવાની પણ શક્યતાઓ ઉભી થતી હોય છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂકવામાં આવતા હોય છે. તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેમજ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા માત્ર ડ્રાઇવરને સસ્પેન્ડ જ કરવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટર પર કેમ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.