ETV Bharat / state

Ahmedabad News : એએમસી કર્મચારીઓને આપશે યુનિફોર્મ, કોના માટે કેવા રંગનો ડ્રેસ કોડ હશે જાણો - કર્મચારીઓને યુનિફોર્મ

અમદાવાદ કોર્પોરેશન પોતાના તાબામાં કામ કરતાં ક્લાસ વન ઓફિસરથી લઇને તમામ 20,000 કર્મચારીઓ માટે ડ્રેસ કોડ અમલમાં લાવી રહ્યું છે. આ માટે કયા કર્મચારીને કેવા રંગનો અને કેવો ડ્રેસ અપાશે તે પણ નક્કી થઇ ગયું છે. કોર્પોરેશન આ માટે કરોડો રુપિયાનો ખર્ચ કરવા જઇ રહ્યું છે.

Ahmedabad News : એએમસી કર્મચારીઓને આપશે યુનિફોર્મ, કોના માટે કેવા રંગનો ડ્રેસ કોડ હશે જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 4:49 PM IST

કરોડો રુપિયાનો ખર્ચ થશે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લાસ 1 થી 4 વર્ગના અંદાજિત 20,000 જેટલા કર્મચારીના યુનિફોર્મ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ યુનિફોર્મને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી ઉપર અંદાજિત 8 કરોડનો બોજ પડશે.

કર્મચારીઓને યુનિફોર્મ આપવાનો નિર્ણય : અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભાની અંદર કર્મચારીઓને યુનિફોર્મ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓને યુનિફોર્મ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પોતાના કર્મચારીઓને યુનિફોર્મ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના કર્મચારીઓને ડ્રેસ કોડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા અંદાજિત 20,000થી પણ વધુ કર્મચારીઓને ડ્રેસ કોડ આપવામાં આવશે. આ ડ્રેસ કોડ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદાજિત 8 કરોડ જેટલો ખર્ચ કરશે...દેવાંગ દાણી (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી)

એક મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થશે : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ કર્મચારીઓને અલગ અલગ કેટેગરીના લોકોને કાપડ આપવામાં આવશે. સાથે જ તેની સિલાઈ માટે તેમની સેલેરીની અંદર જ તે રકમ પણ આપવામાં આવશે. આગામી એક મહિનાની અંદર આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. તમામ વર્ગના કર્મચારીઓને અલગ અલગ પ્રકારનો ડ્રેસ કોડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ફરજના ભાગરૂપે ફિલ્ડ પર કામ કરવા જાય ત્યાં તે તેમની અલગ અને આવી ઓળખ બની રહેશે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડ્રેસ કોડ અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પુરુષ કર્મચારીઓ માટે ડ્રેસ કોડ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવનાર ક્લાસ વન અને ટુના અધિકારીને સ્કાય બ્લુ શર્ટ અને નેવી બ્લુ પેન્ટ આપવામાં આવશે. જ્યારે ક્લાસ 3ના કર્મચારીને સ્કાય બ્લુ શર્ટ વિથ પીન સ્ટ્રીપ આપવામાં આવશે. જ્યારે સફાઈ કર્મચારી, કામદાર, ડ્રાઇવરને ખાખી યુનિફોર્મ આપવામાં આવશે. ચોકીદાર અને જમાદારને વાઈટ યુનિફોર્મ, કડિયાને નેવી બ્લુ પેન્ટ અને શર્ટ, લિફ્ટમેન ઈલેક્ટ્રિશિયનને ક્રીમ યલો શર્ટ અને ઓલીવ ગ્રીન પેન્ટ આપવામાં આવશે. જ્યારે વોર્ડ બોય અને હેલ્થ હોસ્પિટલના કર્મચારીને વ્હાઈટ પેન્ટ અને શર્ટ આપવામાં આવશે. જ્યારે સિક્યુરિટી ઓફિસરને ખાખી ડ્રેસ આપવામાં આવશે.

મહિલા કર્મચારીઓ માટે ડ્રેસ કોડ : મહિલા કર્મચારીની વાત કરવામાં આવે તો ક્લાસ વન મહિલા ઓફિસરને બ્લુ સાડી, બ્લુ બ્લાઉઝ અને બ્લુ સ્કર્ટ આપવામાં આવશે. જ્યારે ડ્રેસમાં બ્લુ ટોપ વાઈટ બોટમ અને વાઈટ દુપટ્ટો આપવામાં આવશે. જ્યારે ક્લાસ ટુ મહિલા ઓફિસરની વાત કરવામાં આવે તો તેમને પિંક સાડી, પિંક બ્લાઉઝ, પિન્ક સ્કર્ટ પિંક ટોપ ,પિંક બોટમ અને પિંક દુપટ્ટો આપવામાં આવશે. જ્યારે ક્લાસ 3 મહિલા ઓફિસરને ઓરેન્જ સાડી, ઓરેન્જ બ્લાઉઝ ,ઓરેન્જ ટોપ, ઓરેંજ બોટમ અને ઓરેન્જ દુપટ્ટો આપવામાં આવશે. જ્યારે અન્ય કર્મચારીઓને બદામી સાડી બદામી બ્લાઉઝ, બદામી સ્કર્ટ બદામી બોટમ આપવામાં આવશે. એએમસી દ્વારા તમામ કર્મચારીઓને 2 જોડી યુનિફોર્મ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  1. Dengue cases surge : સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુ કેસમાં ઉછાળો, 10 દિવસમાં અમદાવાદમાં 218 કેસ
  2. Ahmedabad News : અમદાવાદ શહેરમાં અકસ્માતોનો મુદ્દો એએમસી સભામાં ગાજ્યો, વિપક્ષ દ્વારા આંકડા સાથે તડાફડી
  3. Ahmedabad News : એએમસી નર્સરીમાં ગાંજાનો છોડ મળ્યો, બીજી આ જગ્યાએ પણ મળ્યો, કોર્પોરેશને બચાવ કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.