ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગે બનાવ્યો ક્યૂ આર કોડ, જો આ કામમાં થઇ બેદરકારી તો કાર્યવાહી

અમદાવાદમાં તાજેતરના વરસાદમાં પાણી ભરાયા બાદ મચ્છરજન્ય કેસ વધ્યાં છે. ત્યારે આગામી ચોમાસાની ઋતુમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે અધિકારીઓને જવાબદારી સોંપાઇ છે. તે માટે વિશિષ્ટ પ્રકારે ક્યૂ આર કોડ થકી વ્યવસ્થા ગોઠવાઇ છે.

author img

By

Published : Jun 7, 2023, 8:38 PM IST

Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગે બનાવ્યો ક્યૂ આર કોડ, જો આ કામમાં થઇ બેદરકારી તો કાર્યવાહી
Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગે બનાવ્યો ક્યૂ આર કોડ, જો આ કામમાં થઇ બેદરકારી તો કાર્યવાહી
ખોટું ચેકિંગ પકડાશે તો કાર્યવાહી થશે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા ઋતુ દરમિયાન પાણી ભરવાના કારણે મચ્છર જન્ય રોગચાળો ન થાય તે માટે એક ક્યૂ આર કોડ બનાવાયો છે. કોર્પોરેશન હસ્તક અંદાજિત 4000 હજાર જગ્યા પર સઘન ચેકીંગ કરીને તેની તપાસની વિગત ભરવાની રહેશે.આ ઉપરાંત કોઈ અધિકારી ચેકીંગ ખોટી રીતે કરીને બેદરકારી દાખવી હશે તો આરોગ્ય વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

જાતે તપાસ કરવાની જવાબદારી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેમની કામગીરી કેટલા યોગ્ય પ્રકાર થઇ છે તેની પોલ થોડાક દિવસ પહેલા પડેલા વરસાદમાં ખુલી ગઈ હતી. પરંતુ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા વરસાદના પાણી ભરવાના કારણે મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે એક ક્યૂ આર કોડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જે તે જવાબદાર અધિકારી જાતે ચેકીંગ કરીને તે ફોર્મ ભરવાનું રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશનની તમામ ઓફિસમાં પાણીનો ભરાવો નાથાય તે માટે એક રેગ્યુલર ચેકીંગ થાય તે માટે કમિશનરની અધ્યક્ષતામાં અધિકારીને ચેકીંગ કરવાની સૂચના આપવામાં આવી છે...ભાવિન સોલંકી(આરોગ્ય અધિકારી)

15 દિવસ રિપોર્ટ ભરવાનો રહેશે : અમદાવાદ કોર્પોરેશન દ્વારા એક QR કોડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં QR સ્કેન કરી અધિકારી સ્કેન કરી તમામ તપાસ વિગતો જે તે ભરવાની રહેશે. આ તમામ અધિકારીએ જેતે સ્થળે જઈને યોગ્ય સાફ સફાઈ થઈ છે કે નહીં તે તમામ આ ફોર્મ તમામ વિગતો ભરીને દર 15 દિવસે ભરવાની રહેશે. કોર્પોરેશન દ્વારા સતત અલગ અલગ જગ્યાએ ચેકીંગ કરવામાં આવશે.અધિકારી દ્વારા ભરવામાં આવેક ફોર્મ વિગતો સાચી છે કે નહીં તેનું પણ ચેકીંગ કરવામાં આવશે જો કોઈ પણ પ્રકારની કામગીરી ખોટી જોવા મળશે તો તે જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કઈ કઈ જગ્યાએ ચેકીંગ : અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલી શાળા, આંગણવાડી, PHC કેન્દ્ર, SCS કેન્દ્ર , વોર્ડ ઓફિસ, ઝોનલ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર, વોટર ડિસ્ટ્રીબ્યુશન,ગાર્ડન, ડ્રેનેજ પંપિંગ સ્ટેશમ, AMTS. જેવી અંદાજિત 4000 જેટલી જગ્યા પર આ કોઈ જગ્યા પાણી ભરવાના કારણે મચ્છર ઉપદ્રવ ન થાય તે માટે સઘન ચેકીંગ કરવામાં આવશે. આ બાદ પ્રાઇવેટ સેકટરમાં પણ આ પ્રકારે ચેકીંગ કરવામાં આવશે.

  1. Ahmedabad News : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસમાં વધારો, કામગીરીને લઇ એએમસી આરોગ્ય તંત્રનો દાવો શું છે જૂઓ
  2. Ahmedabad News : અમદાવાદના આલ્ફા મોલમાં કેએફસી ફૂડ સેન્ટર સીલ, આરોગ્યવિભાગે કુલ 13 એકમ સામે કાર્યવાહી કરી
  3. AMC Negligence : એએમસીની ગંભીર બેદરકારી, મોંઘામૂલો વ્હાઇટ ટોપિંગ રોડ ગટર કામ માટે ખોદી નાંખ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.