અમદાવાદ : અમદાવાદ શહેરનો દિવસેને દિવસે વિસ્તાર વધી રહ્યો છે, ત્યારે ઔડાના ડેવલપમેન્ટ ઝોન મુજબ 300 ફૂટનો રીંગરોડ હવે કેન્દ્ર સ્થાને મુકવામાં આવ્યો છે. જેમાં નવ ગામોમાંથી ડેડીકેટેડ ફ્રેન્ડ કોરિડોર અંતરે પસાર થઈ રહે છે. ત્યારે હવે આગામી વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરી વિકાસ મંડળ દ્વારા આગામી સમયમાં વધુ એક નવો રીંગરોડ બનાવવાની તૈયારી દર્શાવી છે. આ રીંગરોડ પર આવતા અનેક ગામોનો વિકાસ થશે. જાહેર સુવિધાઓ પણ હવે ઉપલબ્ધ થશે.
નવા ડીપી બનાવવાની કાર્યવાહી શરૂ : અમદાવાદ શહેરી વિકાસ મંડળના મુખ્ય શાસન અધિકારી ડી.પી. દેસાઈએ જણાવ્યું હતું કે, હાલમાં ઔડા વિસ્તારને ડેવલપમેન્ટ 2024માં પૂર્ણ થઈ રહી છે. જ્યારે નવો ડીપી બનાવવાની કાર્યવાહી પર હાથ ધરવામાં આવી છે. હાલમાં ઔડામાં સમાવિષ્ટ ગામનો છે. તે વિસ્તારના આધાર તરીકે લઈને તેને ધ્યાનમાં રાખી જ તાજેતરમાં ડી.પી. વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે. હાલ જમીનનો પણ કેવા પ્રકારની ઉપયોગ થયો છે. તેના સર્વેની કામગીરી ચાલુ છે.
ઝોન ફેરફાર સરકાર નક્કી કરે : વધુમાં જણાવ્યું હતું કે, ઔડા સત્તા મંડળ સરકાર સામે ડેવલોપમેન્ટનો મુદ્દો તૈયાર કરીને રજૂ કરે છે. તે મુદ્દાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય છે. જ્યારે ઝોન ફેરફારની વાત કરવામાં આવે તો તેવા પ્રકારનો ઝોન ફેરફાર કરવો તે સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચો : Rajkot News : ઉદ્ઘાટનના શ્રી ગણેશ થાય તે પહેલા પુલ પર ગાબડા, પાંચ વર્ષથી સમારકામ માટે બંધ છે રસ્તો
નવા રિંગરોડ કયા ગામો થશે લાભ : અમદાવાદ શહેરમાં ફરતે નવો રીંગરોડ બનાવવામાં આવશે. તો અનેક ગામડાઓનો પણ વિકાસ થઈ શકે છે. તે ગામડા વાત કરવામાં આવે તો, ધાણજ, પલસાણા, ઉસ્માનાબાદ, સબસપુરા, મોટી ભોયણ, ખાત્રજ, સનાવડ, રણછોડપુરા, ઉનાલી, ગરોળિયા, મણિપુર, ગોધવી, કાણેટી, કોલટ, મોરૈયા, ચાંગોદર, તાજપુર, કાસિન્દ્રા, ગિરમઠા, નાજ, જેતલપુર, લાલી, મહુ, બારેજડી, નાંદેજ, હીરાપુર, ધામતવણ, બાકરોલ, કુંજડ, કણભા, ઝણું, હુકા, પરઢોલ, રાયપુર, વીરા, તલાવડી, લવારપુર, શાહપુર, રાંદેસણ, સરગાસણ, તારાપુર અને શેરથા જેવા ગામોને લાભ થશે.
આ પણ વાંચો : Vadodara News: બાબુજી ઝરા ધીરે ચલો...ડામર રોડમાં પગરખા ચોંટી જશે
લોજીસ્ટિક ઝોન વધવાની શક્યતા : આ નવા રીંગરોડ થવાની સાથે લોજિસ્ટિક વધવાની શક્યતા જોવા મળી રહી છે. કારણ કે, દિલ્હી મુંબઈ ફ્રેન્ડ કોલ્ડનું હાલમાં કામ ઝડપે ચાલી રહ્યું છે. ત્યારે ગોધાવી ગામ પાસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત લાઇન અને મધ્ય ગુજરાત જુદી જુદી પડશે. આથી હાલમાં ડીપીમાં ગોધાવી આસપાસના નિધરાડ સહિતના ગામોમાં લિસ્ટિક ઝોન મુકાયેલા છે. બની શકે છે કે લોજિસ્ટિક વધુ જરૂર રહે ત્યારે લોજિસ્ટિક પાર્ક પણ બની શકે છે. જેના કારણે આવનાર સમયમાં ભારે માલવાહક વાહનોને પણ જોઈએ પ્રમાણે માટે યોગ્ય રોડ રસ્તાઓ પણ ઉપલબ્ધ થઈ શકે છે.