અમદાવાદઃ મહાનગર અમદાવાદમાંથી હત્યાનો (Ahmedabad Murder Case) એક એવો કેસ સામે આવ્યો છે. જેમાં પુરૂષની હત્યા કરીને એનો મૃતદેહ કુવામાં ફેંકી દેવામાં આવ્યો હતો. પરિણિતાના અન્ય વ્યક્તિ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યા કરવામાં આવી છે. મામલાનો (Nikol police station) પર્દાફાશ તો ત્યારે થયો ત્યારે પતિ પરિણિતાને અન્ય યુવક સાથે જોઈ ગયો. પછી પ્રેમી સાથે મળીને પ્રમિકાએ પતિને પતાવી દેવાનું (Murder Conspiracy Ahmedabad) કાવતરૂ ઘડ્યું. જેમાં પતિના ગળાના ભાગે ધારદાર વસ્તુના ઘા મારીને ખેતર પાસે આવેલા કુવામાં એનો મૃતદેહ ફેંકી દીધો હતો.
આ પણ વાંચોઃ અજાણ્યા પુરુષો સાથે સબંધ રાખતી પત્નિનું ગળુ કાપી પુત્રીનુ પણ ગળુ ડાબી દીધુ
રાજસ્થાનમાં પ્રેમલીલાઃ અમદાવાદમાં રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો મયુર પોતાની પત્ની મીરા અને બે દીકરા સાથે રાજસ્થાન ફરવા ગયો હતો. એ સમયે દીકરા મયુરે એના પિતાને કહ્યું કે, પત્નીના કોઈ સાથે આડા સંબંધો હોવાની આશંકા છે. કારણ કે, પત્ની મીરા પોતાના બન્ને દીકારને રાજસ્થાનમાં છોડીને પ્રેમી અનસ સાથે ફરવા ચાલી ગઈ હતી. રાજસ્થાનથી અમદાવાદ આવેલા મયુરે પિતાને ફરી એકવખત પત્ની મીરાના આડા સંબંધોની આશંકા અંગે જાણ કરી. જોકે, પિતાને ક્યાં ખબર હતી કે, દીકરાને પતાવી દેવામાં મીરા અને તેની ફ્રેન્ડ પણ કાવતરામાં સામિલ હશે.
ધમકી આપીઃ પ્રેમી અનસ પાસે પત્ની મીરા અને ફ્રેન્ડ ખુશીએ રાજસ્થાનમાં મયુરને આ સંબંધો અંગે કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ એવી ધમકી અપાવી હતી. પછી એક દિવસ પૂર્વ આયોજીત કાવતરા અનુસાર મુયરને ખેતર વિસ્તારમાં બોલાવીને ધારદાર હથિયારના ઘા મારીને પતાવી દેવામાં આવ્યો હતો. જેનો મૃતદેહ કુવામાં ફેંકી દાવમાં આવ્યો હતો. આ દરમિયાન પિતાએ એના ફોન પર સંપર્ક કરતા એનો ફોન રીસિવ ન થયો. જ્યારે પત્ની મીરાંને મયુરના પિતાએ કોલ કર્યો ત્યારે એ બહાર ગયા છે એવું કહીને વાત ટૂંકાવી દીધી.
આ પણ વાંચોઃ જાણો કોણ છે શંકર મિશ્રા? જેણે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર કર્યું હતું યુરિન
પરિવાર અમદાવાદ આવ્યોઃ પિતાને આ અંગે કંઈક ખોટું થયાની ગંધ આવી જતા અન્ય સંબંધી મારફતે દીકરાની તપાસ કરાવી હતી. અંતે પિતા એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય અંગે વાત કરતા પોલીસે હત્યારી ત્રિપુટીને બોલાવી આકરી ઢબે પૂછપરછ કરતા કાવતરૂ છતું થયું હતું. જે તે સમયે મયુરે પોતાના સંતાનો સાથે અમરેલી પરત આવી જવા માટે પણ તૈયાર બતાવી હતી. પણ પત્ની મીરાં એ ના પાડતા મામલો ત્યાં અટક્યો હતો. પિતાના કહ્યામાં નથી એ વાતની જાણ પણ મયુરના પિતાને થતા સંબંધો પર પ્રશ્નો ઊભા થયા હતા.
આ રીતે ખબર પડીઃ અમરેલી આવવા માટે મયુર રવાના થયો છે કે નહીં એ અંગે સતત ફોન પર પ્રયાસ કરતા આખો મામલો ઉઘાડો પડ્યો. મયુર બહાર ગયા છે અને ઘરે નથી આવ્યા, જ્યારે મીરાં બન્ને બાળકો સાથે સૂઈ ગઈ છે એવું ફ્રેન્ડ ખુશીએ કહી દેતા રહસ્ય વધારે ઘેરું બની ગયું. સવારના સમયે ફરીથી ફરિયાદીએ ફોન કરતા મીરલે મહેશ ઉર્ફે મયુર મોડી રાતથી અત્યાર સુધી ઘરે ન આવ્યો હોય તે પ્રકારનું જણાવતા તેઓએ અમદાવાદ ખાતે રહેતા ફોઈના દીકરા પરેશ કોલડીયા તેમજ સંજય કોલડીયા અને જીગ્નેશ કરકરને ફોન કરીને મહેશ ઉર્ફે મયુરના સસરાના ઘરે તપાસ કરવાનું જણાવ્યું હતું, જેથી તે ત્રણેય જણા તેઓના દીકરા મહેશ ઉર્ફે મયુરના સસરાની દુકાને ગયા હતા અને ત્યાં દીકરાની વહુ તેમજ અનસ ઉર્ફે લાલો અને તેના સસરા હાજર હતા.
આ પણ વાંચોઃ ઊંઘમાં ચાલવાની બીમારીએ જીવ લીધો, યુવક ત્રીજામાળેથી પટકાયો
હત્યાનું કાવતરૂઃ આ બાબતે પોલીસને જાણ થતા પોલીસે દીકરા મહેશની વહુ મિરલ ઉર્ફે મીરા તેમજ તેની બહેનપણી ખુશી અને અનશ ઉર્ફે લાલો મનસુરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરતા ત્રણેય જણાએ ભેગા મળીને ફરિયાદીના દીકરા મહેશ ઉર્ફે મયુરને મારી નાખવા માટે કાવતરું ઘડીને અનસ ઉર્ફે લાલો તેને કઠવાડા ખાતે આવેલ ખેતરમાં લઈ ગયો હતો અને ધારદાર ચપ્પુથી ગળાના ભાગે ઘા મારીને કઠવાડા ગામ ખાતે આવેલ રોહિત વાસના સામે ખેતરમાં આવેલા કુવામાં તેને મારીને નાખી દીધો હોવાની કબુલાત કરી હતી.
ધરપકડની કાર્યવાહી કરીઃ જેથી કૃષ્ણનગર પોલીસ અને પરિવારજનોએ તે જગ્યાએ જઈને તપાસ કરતાં ત્યાંથી કુવામાંથી મહેશ ઉર્ફે મયુરનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે તેઓએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે મીરા તેની બહેનપણી ખુશી અને વહુના પ્રેમી અનસ ઉર્ફે લાલો મનસુરી સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.