ETV Bharat / state

Ahmedabad News : AMC માત્ર 15 દિવસમાં 33 હજાર અરજીનો નિકાલ કર્યો, અરજદારને SMS મોકલીને જાણ કરવાની સિસ્ટમ - AMC લોક દરબારનું આયોજન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રેવન્યુ વિભાગ દ્વારા માત્ર 15 દિવસમાં 33 હજાર જેટલી અરજીનો નિકાલ કર્યો છે. AMCના ટેક્સ વિભાગ દ્વારા હાલમાં રજીસ્ટર મોબાઈલ નંબર દ્વારા SMSથી જાણ કરવામાં આવી રહી છે, પંરતુ આગામી સમયમાં સપ્તાહમાં 3 વખત SMS મોકલવામાં આવશે.

Ahmedabad News : AMC માત્ર 15 દિવસમાં 33 હજાર અરજીનો નિકાલ કર્યો, અરજદારને SMS મોકલીને જાણ કરવાની સિસ્ટમ

author img

By

Published : Jun 23, 2023, 10:39 PM IST

AMC માત્ર 15 દિવસમાં 33 હજાર અરજીનો નિકાલ કર્યો

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રેવન્યુ વિભાગ દ્વારા શહેરની જનતા કોઈપણ પ્રકાર મુશ્કેલી ઉભી ન થાય તે માટે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરના લોકો એક જગ્યા પર પોતાની અરજી જે તે સ્થળે પરથી જ લાવી શકાય છે. જેના સંદર્ભમાં અત્યાર સુધી અંદાજિત 33 હજાર જેટલી અરજીનો નિકાલ લાવવામાં આવ્યો છે. આ પહેલા પણ AMC દ્વારા લોકો વધુમાં વધુ ટેક્સ ભરતા થાય તે માટે રિબેટ યોજન લાગુ કરવામાં આવી હતી. જેના સંદર્ભે શહેરની જનતા લાભ થયો હતો.

ગ્રીન કોરીડોર ઝુંબેશ હાથ ધરીને તમામ ઝોનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર, ડિવિઝનલ સુપ્રીટેન્ડેન્ટ, આસિસ્ટન્ટ મેનેજર અને ડેપ્યુટી એસેસર એન્ડ ટેક્સ કલેકટરના સંયુક્ત પ્રયાસથી મેં માસ પહેલા તમામ અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે. જેના કારણે 17,856 જેટલા કરદાતાઓના પ્રશ્નો નિરાકરણ થયેલા છે. આ ઉપરાંત 14,206 અરજીઓમાં નિયમ અનુસાર જાવક પામેલ છે. જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ કોઈપણ કરદાતા એપ્રિલ માસમાં ખાલી બંધની અરજી કરી શકે છે. અરજીઓનું સમાંતર સ્થળ પર તપાસ કરી તેનો વર્ષના અંત નિકાલ કરવાનો થાય છે. - જૈનિક વકીલ (ચેરમેન, રેવન્યુ કમિટી)

15 જૂન સુધી 33 હજાર અરજીનો નિકાલ : મધ્ય ઝોનમાં કુલ 3412 અરજી પેન્ડિગ હતી, જેમાંથી 1529 અરજી મંજૂરી આપવામાં આવી છે. 12 જેટલી અરજી રિજેક્ટ કરવામાં આવી છે. 1429 જેટલી જાવક કરવામાં આવી છે. એટલે કુલ 2970 જેટલી અરજીની નિકાલ કરવામાં આવ્યો છે. ઉત્તર કુલ 5097 અરજી પેન્ડિગ હતી. જેમાંથી 2514 અરજી મંજૂરી આપવામા આવી છે. 24 જેટલી અરજી રિજેક્ટ કરવામાં આવી છે. 1412 જેટલી જાવક કરવામાં આવી છે. એટલે કુલ 3950 જેટલી અરજીની નિકાલ કરવામાં આવ્યો છે.

અરજદારને SMS મોકલીને જાણ કરવાની સિસ્ટમ
અરજદારને SMS મોકલીને જાણ કરવાની સિસ્ટમ

દક્ષિણ- પૂર્વ ઝોનની અરજી : દક્ષિણ ઝોનમાં કુલ 3545 અરજી પેન્ડિગ હતી, જેમાંથી 2467 અરજી મંજૂરી આપવામાં આવી છે. 17 જેટલી અરજી રિજેક્ટ કરવામાં આવી છે. 839 જેટલી જાવક કરવામાં આવી છે. એટલે કુલ 3323 જેટલી અરજીની નિકાલ કરવામાં આવ્યો છે. પૂર્વ ઝોનમાં કુલ 5153 અરજી પેન્ડિગ હતી. જેમાંથી 2763 અરજી મંજૂરી આપવામાં આવી છે. 32 જેટલી અરજી રિજેક્ટ કરવામાં આવી છે. 1837 જેટલી જાવક કરવામાં આવી છે. એટલે કુલ 4632 જેટલી અરજીની નિકાલ કરવામાં આવ્યો છે. આમ દરેક ઝોનમાં જે અરજીનો નિકાલ લાવવામાં આવ્યો છે.

કરદાતા SMS મોકલવામાં આવશે : હાલમાં ટેક્સ ખાતા દ્વારા તમામ અરજીઓને ઓનલાઈન કરવામાં આવે છે. જેના થકી અન્ય મહાનગરપાલિકાઓ પણ હવે ઓનલાઈન પ્રોસેસ કરવા જઈ રહી છે. અરજદારના રજીસ્ટર મોબાઇલ પર SMSથી પણ તેની અરજીની જાણ કરવામાં આવે છે. જ્યારે જાવક પામેલી અરજીઓમાં કોઈ પુરાવા ખોટા હોય તો તેને વિગત સાથે જ તુરંત અરજદારના રજીસ્ટર મોબાઇલ પર SMS કરવામાં આવે છે. તેમજ કયા પુરાવા આપવાના છે તેને પણ જાણ કરવામાં આવી રહી છે. હવે આગામી સમયમાં રજીસ્ટ મોબાઈલ પર ટૂંકા સમયગાળામાં બે વખત મળે તેમજ આ પ્રકારનું વિકલી pop up થાય તેવું પણ આયોજન કરવામાં આવશે.

  1. AMC Service: કોમર્શિયલ મિલકતના ચેક રીટર્ન ચાર્જમાં રાહત, મહત્તમ પેનલ્ટી આટલી જ લાગશે
  2. Jagannath Temple : જગન્નાથ મંદિરની કરોડોની જમીન પરત લેવા વિશ્વ હિન્દુ પરિષદે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
  3. Ahmedabad News : હવે અમદાવાદ શહેરમાં AMTS-BRTSમાં સવારી થશે મોંઘી, ડબલ ડેકરની ઈલેક્ટ્રિક બસ દોડશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.