અમદાવાદઃ અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ વાન લોન્ચ કરવામાં આવી છે. આ વાન શહેરના જુદા-જુદા સાત ઝોનમાં ફરશે. આ વાન લોકોના ઘર સુધી પહોંચી સર્વે અને સારવાર આપવાનું કામ કરશે. વાનમાં ડોક્ટરો સહિત 4 લોકોનો સ્ટાફ 24 કલાક તહેનાત રહેશે. કોરોના સામે ફાઇટ આપવા માટે મહાનગર પાલિકાએ આ પ્લાન તૈયાર કર્યો છે.
- કોવિડ-19 ટેસ્ટિંગનું સેમ્પલ કલેક્શન માટેના એક્સપર્ટ
- તબીબોઆર.બી .એસ .કે મેડિકલ ઓફિસર
- મલ્ટી પર્પઝ હેલ્થવર્કર
- ડ્રાઇવર