ETV Bharat / state

Budget 2023: AMCના બજેટમાં વિપક્ષે કર્યા સુધારા, 223 કરોડના વધારા સાથે રજૂ કર્યું 9735 કરોડનું બજેટ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તાપક્ષે 9,482 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે હવે આ બજેટમાં 223 કરોડ રૂપિયાના સુધારા સાથે વિપક્ષે કુલ 9,735 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ધાર્મિક સ્થળોનો વિકાસ, એલિસબ્રિજ રિનોવેશન, શહેરમાં સોલર સ્ટ્રિટ લાઈટ, ફ્રી એમ્બુલન્સ, સેવા પિન્ક એમટીએસ બસ જેવા વિકાસના કામો બજેટમાં મૂક્યા છે.

Budget 2023: AMCના બજેટમાં વિપક્ષે કર્યા સુધારા, 223 કરોડના વધારા સાથે રજૂ કર્યું 9735 કરોડનું બજેટ
Budget 2023: AMCના બજેટમાં વિપક્ષે કર્યા સુધારા, 223 કરોડના વધારા સાથે રજૂ કર્યું 9735 કરોડનું બજેટ
author img

By

Published : Feb 13, 2023, 6:28 PM IST

PQC ટેક્નોલોજીવાળા રોડ બનાવવામાં આવે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ સુધારા સાથે 9,482 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આમાં અમદાવાદ શહેરના પાણી, રોડ રસ્તા, આરોગ્ય, ટ્રાફિક જેવી સમસ્યાનો નિવારણ લાવી શકાય છે. આવા વિકાસના કામો પણ મૂકવામાં આવ્યા હતા. ત્યારે કૉર્પોરેશનના વિપક્ષ દ્વારા પણ 223 કરોડ રૂપિયાના સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. આમાં તેમણે ધાર્મિક સ્થળોનો વિકાસ, એલિસબ્રિજ નવીનીકરણ, શહેરની જનતાને ફ્રી એમ્બુલન્સ સેવા, મહિલાઓ માટે પિન્ક AMTS બસ જેવી વાત રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ AMC Budget 2023 : એએમસી બજેટ 2023માં શહેરની સમસ્યાઓના ઉકેલ માટે કેટલી નાણાંની થઇ ફાળવણી?

મહિલા એન્ટરપ્રિન્યોર માટે પ્રોપટી ટેકસમાં રાહતઃ વિપક્ષ નેતા શાહનવાઝખાન પઠાણે જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ જિલ્લાઓ તથા શહેરો તેમ જ અન્ય રાજ્યોમાંથી મહિલાઓ અમદાવાદ શહેરમાં ઉચ્ચ અભ્યાસ માટે આવે છે. તેઓનો અભ્યાસ પૂર્ણ થયા બાદ અમદાવાદમાં નોકરી અથવા વેપાર કરી પોતાનું કેરિયરની શરૂઆત કરે છે. મહિલા સશક્તિકરણ નીતિ અંતર્ગત નાનામોટા રોજગાર કરતી મહિલાઓને રિપીટ આપવાથી તેને આર્થિક ટેકો મળી રહે અને વધુમાં વધુ મહિલા રોજગાર કરવા માટે પ્રેરાય તે નીતિને પોષણ આપવું જોઈએ, જેથી મહિલા એન્ટરપ્રિન્યોર ટેક્સમાં રાહત આપવાની બજેટમાં તમને માગ કરી છે.

PQC ટેક્નોલોજીવાળા રોડ બનાવવામાં આવેઃ શહેરમાં સૌથી વધુ રોડ તૂટવાની સમસ્યા જોવા મળતી હોય છે. ત્યારે વિપક્ષ દ્વારા અમદાવાદ શહેરમાં પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રિટ દ્વારા રોડ બનાવવામાં આવે તો સારા રોડ બનશે. શહેરના મુખ્યમાર્ગ જેવા કે, આશ્રમ રોડ, 132 ફૂટ રીંગ રોડ, સિંધુભવન રોડ, રીલીફ રોડ, ગાંધી રોડ, મલેકશાબાના રોડ જેવા રોડ પર ડ્રેનેજ પાણી લાઈટ જેવા કામો કર્યા બાદ PQC ટેક્નોલોજીવાળા રોડ બનાવવા 50 કરોડ રૂપિયા ફાળવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

ટોપીંગ રોડ બનાવવાની જોગવાઈઃ શહેરના તમામ વોર્ડમાં 2 વાઈટ ટોપીંગ રોડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ વિપક્ષ દ્વારા એ પણ ઠરાવ પસાર કરવામાં આવે છે. આ રોડ બને પહેલા પ્રાથમિક સુવિધાઓ અન્ય કામો જેવા કે, ડ્રેનેજ પાણી, લાઈટ, ગેસ લાઈન વિવિધ કામો કર્યા બાદ વાઇટ ટોપિંગ ટેકનોલોજી રોડ બનાવવામાં આવે તે માટે 50 કરોડ રૂપિયા ફાળવવાનું ઠરાવવામાં આવ્યું છે. જો આ વિકાસના કામો છે. તે પૂર્ણ થાય ત્યારબાદ રોડ બનાવવામાં આવે એ પહેલાં બનાવવાથી કોર્પોરેશનના નાણાનો દુરુપયોગ થાય છે. અને ફાળવવામાં આવેલા નાણા ખોટો વવ્ય થતો હોવાથી પહેલા પ્રાથમિક સુવિધાનું કામ બાદ રોડ બનાવવા માટે આવે તેવી માગ કરી છે.

તમામ માર્ગ માં સ્ટ્રીટ લાઈટ ઉપર સોલર પેનલઃ શહેરમાં દર વર્ષે સ્ટ્રીટ લાઈટનું બિલ કરોડો રૂપિયા ટોરેન્ટ પાવરને ચૂકવવામાં આવે છે. દેશમાં અનેક શહેરોમાં સ્ટ્રીટ લાઈટ ઉપર સોલર પેનલ નાખીને વીજળી મેળવવામાં આવી રહી છે. આવી જ રીતે શહેરમાં પણ સ્ટ્રેટ ઉપર સોલર પેનલ નાખવામાં આવે, જેથી વીજબીલમાં ઘટાડો થાય અને પર્યાવરણને નુકસાન અટકાવી શકાય તે માટે અમદાવાદ શહેરના આવેલી તમામ સ્ટ્રીટ લાઈટ ઉપર સોલર પેનલ નાખવા 10 કરોડ રૂપિયા ફાળવવાનું વિપક્ષ દ્વારા ઠરાવવામાં આવ્યું છે. આપણા અમદાવાદ શહેરના તમામ ઝોનલ ઓફિસ અર્બનટર ઓફિસ પર સોનલ પેનલ નાખવા માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

100 વર્ષ જૂના એલિસબ્રીજનું નવીનીકરણ કરવા 10 કરોડઃ વિપક્ષે પોતાના સુધારેલા બજેટમા શહેરમાં કૉંગ્રેસ શાસન દરમિયાન બનાવવામાં આવેલા 100 વર્ષથી પણ વધુ જૂના એલિસબ્રિજના નવીનીકરણ માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી ઠરાવ કર્યો છે. સમગ્ર વિશ્વમાં અમદાવાદ શહેરની ગૌરવ અપાવનાર અને સમગ્ર વિશ્વમાંથી આવતા પ્રવાસીઓ અમદાવાદ શહેરના હેરિટેજ સિટીની મુલાકાત લેવા અચૂક આવે છે.જેથી આ ઐતિહાસિક ધરોહર બચાવવા માટે તેનું નવીનીકરણ કરવું ખૂબ જ જરૂરી છે.

108 જેમ ફ્રી એમ્બ્યુલન્સ સેવાઃ ગુજરાત સરકાર દ્વારા 108 ફ્રી એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવે છે. તે અમદાવાદ કૉર્પોરેશન દ્વારા પણ 108ની જેમ પણ અમદાવાદ શહેરની જનતાને ફ્રીમાં સેવા આપવામાં આવે તે માટે 2.55 કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત 2 કરોડ રૂપિયા નવી સબ વાહિની ખરીદવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. શહેરમાં નવા સમાવેશ કરવામાં આવેલા નરોડા, સરખેજ, ઘુમા, બોપલ જેવા વિસ્તારોમાં રોડ, લાઈટ, ડ્રેનેજ, પીવાના પાણીની સુવિધાઓ વધારવા 15 કરોડ રૂપિયા વિપક્ષ દ્વારા મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સને લઈ ગુડ ન્યૂઝ

ધાર્મિક સ્થળોના વિકાસ માટે 5 કરોડઃ શહેરની હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આના કારણે વિદેશથી પર્યટકોની મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે ધાર્મિક સ્થળોનો વિકાસ કરવો પણ ખૂબ જરૂરી હોવાથી વિપક્ષ દ્વારા ધાર્મિક સ્થળોના વિકાસ માટે 5 કરોડ રૂપિયા ફાળવવાનો ઠરાવ કરવામાં આવે છે. પૂર્વ વિસ્તારમાં પણ એમ. જે. લાઈબ્રેરી જેવી અદ્યતન લાઇબ્રેરી બનાવવામાં આવે તે માટે 5 કરોડનો ઠરાવ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.