ETV Bharat / state

Ahmedabad News : વડાપ્રધાન મોદીના જીવન પર આકર્ષણ કરતા અવનવા પેઈન્ટીંગનું એક્ઝિબિશન

અમદાવાદમાં વડાપ્રધાન મોદીના જીવન પર યુવા કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. શહેરમાં PM મોદીનું જીવન ચિત્રને રજૂ કરવા એક્ઝિબિશન Modi@20નો પ્રારંભ થયો છે. જેમાં દેશભરમાંથી પસંદ કરાયેલા કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી છે.

Ahmedabad News : વડાપ્રધાન મોદીના જીવન પર આકર્ષણ કરતા અવનવા પેઈન્ટીંગનું એક્ઝિબિશન
Ahmedabad News : વડાપ્રધાન મોદીના જીવન પર આકર્ષણ કરતા અવનવા પેઈન્ટીંગનું એક્ઝિબિશન
author img

By

Published : Jun 2, 2023, 7:18 PM IST

અમદાવાદ : વડાપ્રધાન મોદીના ચિત્રો અને પેઈન્ટીંગને રજૂ કરવા એક્ઝિબિશન Modi@20નો 2 જૂન 2023ને શુક્રવારે અમદાવાદમાં પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીના જીવન અને વિઝનને દર્શાવતાં આ પ્રદર્શનમાં દેશભરમાંથી પસંદ કરાયેલા 100 પ્રસિદ્ધ યુવા કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનનું આયોજન ભુવનેશ્વરના સુભદ્રા ટ્રસ્ટના એક એકમ સુભદ્રા આર્ટ ગેલેરીએ કર્યુ છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ વિવિધ કલાકૃતિઓનો ઉપયોગ કરીને ગુજરાતના અને દેશના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર મજલ અને વિઝનરી નેતૃત્વ અંગે જાણકારી આપવાનો છે.

વડાપ્રધાન મોદીના જીવન પર આકર્ષણ કરતા અવનવા પેઈન્ટીંગનું એક્ઝિબિશન

પ્રદર્શનનું ઉદ્ઘાટન : આ પ્રદર્શનનું ઉદ્ઘાટન અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુભદ્રા આર્ટ ગેલેરીના ચેરમેન ડૉ સૂર્ય રથ અને સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઓથોરિટી ના ચેરમેન એચ કે દાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદર્શનમાં શું રજૂ કરવામાં આવ્યું : Modi@20માં જે કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ, રાષ્ટ્ર માટે વ્યાપક સમર્પણ ભાવના અને વિકસિત ભારતના રૂપાંતર અંગેના વિઝનને આવરી લેવામાં આવ્યું છે. આ અનોખા પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના જીવનના વિવિધ તબક્કાને આવરી લેવામાં આવ્યા છે અને તેમના પ્રેરણાદાયી નેતૃત્વ, સામાજિક પ્રયાસો અને પ્રગતિ માટેની અપાર ખેવનાના વિવિધ પાસા દર્શાવવામાં આવ્યા છે. આ પ્રદર્શનનું આયોજન સુભદ્રા આર્ટ ગેલેરીના ડિરેક્ટર અશોક નાયક દ્વારા કરવામાં આવ્યું છે.

અવનવા પેઈન્ટીંગ
અવનવા પેઈન્ટીંગ

અન્ય રાજ્યોમાં યોજાઈ ચૂક્યૂ : રિસેપ્શન કમિટીના ચેરમેન બદ્રી મહાપાત્રે જણાવ્યું છે કે, આ પ્રદર્શન દ્વારા અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સિદ્ધિઓને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રદર્શને તેમના વિઝનરી નેતૃત્વના ઉદાહરણરૂપ છે. અમને આ પ્રદર્શન અમદાવાદમાં રજૂ કરવાનો આનંદ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રદર્શન લોકોને તેમના વધુને વધુ પરિવર્તન અને પ્રગતિલક્ષી પાસાનો સાચા અર્થમાં પરિચય કરાવશે. આ પ્રદર્શન ભુવનેશ્વર, ગુવાહાટી, નાગપુર અને ભોપાલમાં યોજાઈ ચૂક્યુ છે અને તેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. આ પ્રદર્શન તારીખ 2થી 4 જૂન, 2023 દરમિયાન ગુજરાત સ્ટેટ લલિતકલા આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે.

  1. Mahisagar News : સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓને ચિત્રકળામાં કંડારતા હર્ષા લાખાણી, પ્રધાને કરી પ્રશંસા
  2. દુબઈના આ ચિત્રકાર છે PM મોદીના જબરા ફેન, PMને ગ્લોબલ લીડર દર્શાવતા 55 પેઇન્ટિંગ્સ બનાવ્યા
  3. Kutch News : ચડતી જતી મોંઘવારીમાં આભૂષણોના એક્ઝિબિશનમાં ડીઝાઈન બની આકર્ષણનું કેન્દ્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.