આ લોક અદાલતમાં 4717 કેસોનો નિકાલ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. તેની સામે કુલ 2710 કેસનો નિકાલ થયો હતો. જેમાં 642 કેસનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યા હતા. તેમજ 2068 કેસનો કબૂલાત દ્વારા નિકાલ તથા MACPના 174 કેસનો નિકાલ કરાયો હતો અને ફૂલે 4,81,24,650 ના એવોર્ડ(કલેમ/વળતર) ચૂકવાયા હતા. આ લોક અદાલતમાં રોડ અકસ્માતના કેસોનો ઝડપી નિકાલ થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અમદાવાદ ગ્રામ્ય શ્રી કે. બી. ગુજરાથી સાહેબના જણાવ્યા અનુસાર, આ લોક અદાલતનો મુખ્ય હેતુ કેસોની પેન્ડન્સી ઘટાડવાનો તથા લોકોને સુમેળભર્યા વાતાવરણમાં ઝડપી ન્યાય મળે તે માટેનો પ્રયાસ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેસોની પેન્ડન્સીને ઘટાડવા માટે પિટિશનર્સ અને વકીલોનો પૂરતો સહકાર મળવો ખૂબ જ જરૂરી છે.
કોર્ટમાં એક રોડ એક્સિડેન્ટલ ડેથના કલેમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું. જેમાં ઇન્સ્યોરન્સ કંપનીએ પિટિશનરને 70 લાખનો ચેક આપી કલેમ સેંટલ કર્યો હતો. જો લોક અદાલતોમાં પિટિશનરો અને વકીલોનો યોગ્ય સાથ સહકાર મળી રહે તો કોર્ટમાં કેસોની પેન્ડન્સી સારી એવી સંખ્યામાં ઘટાડી શકાય તેમ છે.