ETV Bharat / state

Ahmedabad Crime : આનંદનગરમાં વિધર્મી બનેવીએ 17 વર્ષીય સગીરાને બ્લેકમેલ કરી ગુજાર્યું દુષ્કર્મ, સગીરાએ કંટાળી છોડ્યું ઘર - અમદાવાદમાં સગીર યુવતી પર દુષ્કર્મ

અમદાવાદના આનંદનગર વિધર્મી બનેવીએ બ્લેકમેલ કરીને સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. વિધર્મી બનેવી સગીરાને અલગ અલગ હોટલોમાં લઈ જઈને બળજબરી પુરવક દુષ્કર્મ આચરીને ધમકી આપતો હતો. અંતે સગીરા ગભરાઈને ઘર છોડીને રાત્રિના સમયે ઝાડની નીચે સૂઈ ગઈ હતી અને પરિવારને જાણ કરાતા ફરિયાદ નોંધવામાં આવી હતી.

Ahmedabad Crime : આનંદનગરમાં વિધર્મી બનેવીએ 17 વર્ષીય સગીરાને બ્લેકમેલ કરી ગુજાર્યું દુષ્કર્મ, સગીરાએ કંટાળી છોડ્યું ઘર

author img

By

Published : Jun 12, 2023, 4:10 PM IST

અમદાવાદ : આનંદનગર વિસ્તારમાં 17 વર્ષની સગીરા પર તેના જ બનેવી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સગીરાની મોટી બહેને વિધર્મી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને સગીરા તેના એક મિત્ર સાથે વાત કરતી હોય તે બાબતની જાણ બનેવીને હોય તેણે તે બાબતનો ફાયદો ઉઠાવીને સગીરાને બ્લેકમેલ કરીને અલગ અલગ હોટલોમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અંતે સગીરાના ફોટો વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

શું હતો સમગ્ર મામલો : મૂળ રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતી અને હાલ પ્રહલાદનગર ગાર્ડન રોડ પર ઘરકામ કરતી 17 વર્ષની સગીરાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ચાર ભાઈ બહેન હોય, જેમાં સૌથી મોટી બહેને પાંચ વર્ષ પહેલા વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે જુહાપુરા નજીક રહે છે. સગીરા ધોરણ 12માં અભ્યાસ કરે છે અને બંગલામાં ઘરઘાટી તરીકે કામ કરતી હોય તેના માતા અને પિતા વતનમાં રહે છે.

બનેવીએ કપડાં ઉતારવાનું કહ્યું : દોઢ વર્ષથી પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલા એક બંગલામાં કામ કરતી હોય તેની બહેન પણ ત્યાં આવતી જતી હતી. તે બહેનના ઘરે જતી હોય, ત્યારે તેનો બનેવી પણ તેને બંગલા પર મૂકવા માટે આવતો જતો હતો. સગીરાને રાજસ્થાન ખાતે રહેતા સ્કૂલના મિત્ર સાથે મોબાઇલ ફોન પર વાતચીત થતી હોય તેની જાણ તેના બનેવીને થતા 8 મહિના પહેલા તેઓએ આ બાબતને લઈને સગીરાને માતા પિતા અને બહેનને જાણ કરી દઈશ તે પ્રકારની ધમકી આપી હતી. એક દિવસ સગીરાના બનેવીએ તેને વિડીયો કોલ કરીને વાતચીત કરી તેને કપડા ઉતાર નહીં તો તારા ઘરના લોકોને રાજસ્થાન ખાતેના છોકરા સાથે વાતચીત કરે છે, તે કહી દઈશ તેમ કહી કપડા ઉતારવા દબાણ કર્યું હતું. સગીરાએ ડરીને કપડાં ઉતાર્યા હતા. જે દરમિયાન તેના બનેવીએ તેનો સ્ક્રીનશોટ પાડી લીધો હતો અને જે બાદ અવારનવાર ફોન કરી મળવા બોલાવતો હોય સગીરાએ ના પાડતા ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

બળજબરી દુષ્કર્મ : ચાર મહિના પહેલા સગીરાની મોટી બહેનની તબિયત ખરાબ થતા તેની માતા બહેનના ઘરે ગઈ હોય જેથી સગીરાની બહેને તેને બોલાવતા તે પણ તેના ઘરે ગઈ હતી. ત્યાં બેથી ત્રણ દિવસ રોકાઈ હતી. જે બાદ તેના બનેવીએ કામ પર મૂકી જવાનું કહીને તેના ઘરેથી બાઈક પર બેસાડીને સરખેજ ખાતે એક હોટલમાં લઈ ગયો હતો. સગીરાએ હોટલમાં કેમ લાવ્યા છે તેવું પૂછતા તેણે વાતચીત કરીને આવીએ તેવું કહીને હોટલના રૂમમાં લઈ જઈ બળજબરી હતી. તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ નરાધમ બનેવીએ આ બાબતની જાણ કોઈને કરીશ તો માતા-પિતા અને બહેનની રાજસ્થાનના યુવક સાથે તે વાતચીત કરે છે. તેવી જાણ કરી દઈશ અને ફોટા વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી યુવતી ગભરાઈ ગઈ હોય તેને ઘરના સભ્યોને કે કોઈને આ બાબતની જાણ કરી ન હતી. જે બાદ તેનો બનેવી તેને બંગલા પર મૂકી ગયો હતો.

ફોટા વાયરલ કર્યા : જેમાં સગીરાના બનેવી અવારનવાર તેને ફોન કરી વાતચીત કરવાનો પ્રયત્ન કરતા હોય તેણે આ બાબતે બહેન અને માતા પિતાને જાણ કરી હતી. માતા પિતાએ બનેવીને ઠપકો આપ્યો હતો, માર્ચ 2023માં તે પોતાની શાળામાં પરીક્ષાની રીસીપ્ટ લેવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત આવી રહી હતી. તે દરમિયાન તેનો બનેવી તેની પાસે આવ્યો હતો અને બાઈક પર બેસાડી ઘરે જવા માટે આગળ તે રીક્ષામાં બેસાડવાનું કહેતા સગીરા બાઈક પર બેઠી હતી. તે દરમિયાન પણ તેના બનેવીએ વસ્ત્રાપુર ખાતે હોટલમાં લઈ જઈ તેની સાથે ફરીથી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ અવારનવાર ફોન કરતા હોય સગીરાએ બનેવીનો નંબર બ્લેકલિસ્ટમાં મૂકી દીધો હતો અને તેમ છતાં પણ તેણે અલગ અલગ નંબરથી ફોન કરી વાતચીત કરવાનો પ્રયત્ન કરતા તેમજ ઇન્સ્ટાગ્રામ પર સગીરાના નામનું ખોટું આઇડી બનાવી તેમાં ફોટા વાયરલ કર્યા હતા અને સગીરા જે મિત્ર સાથે વાતચીત કરતી હતી તેને પણ ધમકી આપતો હતો.

આ ઘટનામાં દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મેડિકલ ટેસ્ટ સહિતની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે. - વી.એમ દેસાઈ (PI, આનંદબગર પોલીસ સ્ટેશન)

સગીરા ઝાડ નીચે સૂઈ રહી : જેથી સગીરા ગભરાઈને બંગલા પરથી રાતે 8 વાગે નીકળી ગઈ હતી અને રાત્રિના સમયે એક ઝાડની નીચે સૂઈ ગઈ હતી. સવારે પણ આમતેમ ફરતી રહેતી હોય તેણે પોતાનો ફોન પણ બંધ કરી નાખ્યો હતો. બીજા દિવસે સાંજે ફોન ચાલુ કરતા બહેનના ફોન આવતા તેણે સમગ્ર બાબતની હકીકત બહેનને જણાવી હતી. બહેને આ સમગ્ર મામલે માતા-પિતાને જાણ કરતા અંતે આ ઘટનાને લઈને આનંદનગર પોલીસ મથકે બનેવી સામે સાળી સાથે દુષ્કર્મ ગુજારતા અંગેની ફરિયાદ નોંધાઈ છે.

  1. Gujarat High Court: દુષ્કર્મ પીડિત મહિલાએ ગુજરાત હાઇકોર્ટ પાસે ગર્ભપાતની મંજૂરી આપવા અરજી કરી
  2. Navsari Crime: નવસારીમાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
  3. Kutch Crime : દિલીપ આહીર આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા, આરોપીએ જેલમાં બેસીને રચ્યું કાવતરૂં, જૂઓ સમગ્ર મામલો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.