અમદાવાદ: શહેરની સૌથી જૂની અને સૌથી મોટી લાઇબ્રેરી શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયનો આજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર દ્વારા તેનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2021થી ડિજિટલ લાઈબ્રેરીનો પ્રારંભ કરવામાં આવતા આ લાઇબ્રેરીમાં દૈનિક 2000 થી પણ વધારે વાચકો આ લાઇબ્રેરીનો ઉપયોગ કરતા હોવાથી વધારે સારી સુવિધા આપવા માટે રુપિયા 15 કરોડથી પણ વધારે બજેટ આજ રજૂ કરવામાં આવ્યું છે.
પ્રારંભ થયો: શહેરના સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓને વાંચવા માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તેના ભાગરૂપે ઓઢવ, જમાલપુર, વેજલપુર, નારોલ, લાંબા રોડ ,જોધપુર, અને ઘોડાસર વિસ્તારમાં નવા વાંચનાલયનો પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પ્રથમવાર મહિલાઓ માટે પિંક મ્યુનિસિપલ લાઇબ્રેરીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો જાણો કઇ રીતે આ માનવ લાયબ્રેરીમાં મન અને મગજ બંને થાય છે હળવાંફૂલ?
5 લાખ ફાળવ્યા: કિરીટ પરમાર એ જણાવ્યું હતું કે શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયની અંદર દૈનિક 2000થી પણ વધુ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે આ લાયબ્રેરીને 2020 થી ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી હતી તેના ભાગરૂપે આ લાઇબ્રેરીમાં તમામ પુસ્તકો સભાપદના ડેટા RFID SYSTEM થી રૂપિયા 30 લાખના ખર્ચે સર્જ કરવાનું તેમ જ વિદ્યાર્થીઓ માટે E resources subscribe ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નાગરિકોમાં કુદરતી સ્ત્રોત નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે જાગૃતતા આવે તે માટે હેતુથી પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ પર પરીસંવાદ માટે 2 લાખનું સમાજના લોકોને છેતરપિંડીનો ભોગ ન બને તેમ જ નાણા સલામતી સહાય હેતુથી સાયબર સિક્યુરિટી સેમિનાર માટે 3 લાખનું બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો ગુજરાતમાં ભારતની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી, કઈ રીતે સુખ દુઃખની વાત શેર કરાશે, જૂઓ
21 લાખની જોગવાઈ: શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાં આવતા સાહિત્ય રસિકો સાથે પરસ્પર તાદાત્મ્ય સદાય તે હેતુથી કવિ શૂન્ય પાલનપુરી જન્મ શતાબ્દી નિમિત્તે કવિ સંમેલન અમદાવાદ શહેરમાં હેરીટેજ મૂલ્ય ધરાવતા ઐતિહાસિક સ્મારકો સન્મુખ અને તેને અનુરૂપ કાર્યક્રમનું આયોજન માટે જોગવાઇ કરવામાં આવી છે. પરદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારોના જીવન કવન અને સર્જન યાત્રાથી શ્રોતા ગણ પરિચિત થાય તે હેતુથી ગુજરાતી ડાયસપુરા સાહિત્ય વિમર્શ તેમ જ દિવ્યાંગ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા સાંસ્કૃતિક સાહિત્યક કાર્યક્રમ માટે અંદાજપત્રમાં રુપિયા 21 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
બાળકોને સ્માર્ટ: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સ્માર્ટ સ્કૂલના બાળકોને સમાજ કુળની લાઇબ્રેરીટી પરિચિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા સુવિધા ધરાવતી અનુપમ નવી કોન્સેપ્ટ શાળાઓ અમલમાં મૂકવામાં આવી છે. તે અંતર્ગત શહેરમાં 62 સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. આ સ્કૂલના બાળકોને માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાં જિજ્ઞાસા સાથે પ્રવેશે સ્માર્ટ લાઈબ્રેરી સેવાથી માહિતગાર થાય અને સંતોષ સાથે પરત જાય તે હેતુથી સ્માર્ટ સ્કૂલના બાળકોને સ્માર્ટ લાઈબ્રેરી પરચીત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 2 લાખ જો કોઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે.