અમદાવાદ : દરેક સમાજ પોતાના હક અને માંગણી લઇને સરકાર સામે અલગ અલગ રીતે આંદોલન કરતા હોય છે, ત્યારે વધુ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા બંધારણ દ્વારા મળતી અનામત અને અન્ય જોગવાઈનો 70 ટકા જેટલો લાભ ખોટા આદિવાસી લોકો લઈ રહ્યા છે. તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોતે ધર્મ અને પરંપરા બદલી મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હોવા છતાં અનુસૂચિત જનજાતિનો લાભ લઇ રહ્યા હોય તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અનુસૂચિત જનજાતિને લાભ મળે તેવી માંગ સાથે સમગ્ર દેશમાં મોટી રેલી અને સભા યોજવામાં આયોજન કરવામાં આવ્યું છે.
ધર્માંતરિત લોકોને અનુસૂચિત જનજાતિ યાદીમાંથી કાઢી નાખવા અને તેમની સામે બંધારણીય પગલાં લેવામાં આવે. ભારત દેશની સંસદસભા અને વિધાનસભાઓ દ્વારા જનજાતિ સમાજને થતો અન્ય રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. શિક્ષણ ક્ષેત્રમાં, આર્થિક ધર્માતરીત અને બેવડો લાભ લેનાર લોકો સામે લોકોએ દૂર કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જનજાતિ માટેની અનામત બેઠકો પર ધર્માતર કરનાર વ્યક્તિઓને કોઈપણ રાજકીય પક્ષ ચૂંટણીની ટિકિટ આપવામાં ન આવે. જેવી વિવિધ માંગ સરકાર સામે કરવામાં આવશે. - પ્રકાશ ઉઈકે (જનજાતિ સુરક્ષા મંચ વક્તા)
રજૂઆત છતાં નિરાકરણ નહીં : હિન્દુ આદિવાસી ધર્માંતરિત થયા હોવા છતાં અનુસૂચિત જનજાતિ તરીકે બંધારણ દ્વારા મળતી અનામત અને અન્ય જોગવાઈના 70 ટકા જેટલો લાભ ખોટા આદિવાસી લોકો દ્વારા લેવામાં આવી રહ્યો છે. જેના સંદર્ભમાં 2006થી કાર્યરત જનજાતિ સુરક્ષા મંચની આગેવાની હેઠળ ડી લીસ્ટીંગની માંગણી સાથે સમગ્ર દેશમાં આંદોલનો કરવામાં આવી રહ્યા છે. 2009માં 28 લાખ લોકો હસ્તાક્ષર દ્વારા અને ત્યારબાદ 288 થી પણ વધારે જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન આપી મુખ્યપ્રધાન અને રાષ્ટ્રપતિ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે 2022માં 452 જેટલા સંસદોની વ્યક્તિગત મળીને તેમને આવેદન આપવામાં આવ્યું હતું. તેમ છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાને કારણે આંદોલન કરવામાં આવી રહ્યું છે.
27 મેના રોજ મહારેલી : 27 તારીખના રોજ સમગ્ર દેશમાં અનેક મોટી રેલી અને સભાઓ યોજાશે. જેમાં ગુજરાતના જનજાતિ જિલ્લાઓમાં અંબાજીથી ઉમરગામ સુધીના તમામ વિસ્તારોમાં તેમજ અન્ય વિસ્તારોમાં રહેતા જનજાતિની સમાજના લોકો હજારોની સંખ્યામાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સિંહ ગર્જના ડી લિસ્ટિંગ મહારેલીમાં જોડાશે. જેમાં મુખ્ય પ્રવક્તા તરીકે મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ તરીકે કાર્યરત પ્રકાશ ઉકેઈ હાજર રહેશે.
'અનુસૂચિત જાતિના હોવાથી અમારી પર અત્યાચાર થાય છે' કહી 45 હિન્દુઓએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ
રાજસ્થાનના પડઘાં પડ્યા ગુજરાતમાં અનુસૂચિત સમાજે લાલ આંખ કરી આપી ચિમકી
રાજસ્થાનમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના મૃત્યુનું પ્રકરણ નવસારીમાં બન્યું ઉગ્ર