અમદાવાદઃ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી (Azadi ka Amrit Mohotsav)રહ્યો છે. તેવામાં અમદવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ત્રિરંના રંગે રંગાઈ ગયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ( Ahmedabad International Airport)આઝાદી કા અમૃત મહોત્સવના થીમ હેઠળ શણગારવામાં આવ્યું છે. તિરંગામાં સુસજ્જ એરપોર્ટેની છબી, સ્પેશ્યલ સેલ્ફી પોઈન્ટ્સ અને અદભૂત ડેકોરેશન્સે આ ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
આ પણ વાંચોઃ Har Ghar Tiranga : ભીડભંજન મહાદેવને તિરંગાનો શણગાર
તિરંગાની પાંખો ધરાવતો સેલ્ફી - અમદાવાદના ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટર્મિનલને સ્વાતંત્ર્ય દિનની થીમ( Theme of Independence Day)પર શણગારવામાં આવ્યા છે, જેમાં રવેશ, પોલ્સ અને બગીચાની લાઇટિંગનો સમાવેશ થાય છે. મુસાફરો ટર્મિનલની અંદર અને બહાર વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ નિહાળી શકે છે. વળી ડોમેસ્ટિક ટર્મિનલના ચેક-ઇન એરિયામાં ટર્મિનલ-1ની અંદર 18x18 ફૂટની પ્રતિકૃતિ એ ખાસ આકર્ષણ જમાવ્યું છે. તેમાં છેલ્લા 75 વર્ષોમાં દુનિયાભરમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધેલા વ્યાપને દર્શાવવામાં આવ્યો છે. સિક્યોરિટી ચેક બાદ પહેલા માળે તિરંગાની પાંખો ધરાવતો સેલ્ફી બૂથ પણ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ તાજીયા પર તિરંગો : લાઇટિંગ સાથે પ્રદર્શિત કરવામાં આવતા ધર્મ સાથે દેશભક્તિ છવાઈ
આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે એરપોર્ટની શોભા - પ્રવાસીને આસ્ચર્યજનક અને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે સ્વતંત્રતા દિવસ પહેલા અને પછી હાઈ ટ્રાફિક વીક દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાર્જર ધેન લાઈફ ડેકોરેશન અને થીમેટિક ઇન્સ્ટોલેશન્સ પ્રવાસીઓમાં ખુબ લોકપ્રિય બની રહ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે એરપોર્ટની શોભામાં અભિવૃદ્ધિ અર્થે બન્ને ટર્મીનલ બિલ્ડીંગ્સ અને એપ્રોચ રોડને પણ રોશનીથી સજાવવામાં આવ્યા છે. એટલુ જ નહિ, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર વીરોને યાદ કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.