અમદાવાદ : શહેર પોલીસે ગેરકાયદેસર રીતે અગ્નિ શસ્ત્ર, દારુગોળાનું ઉત્પાદન સંગ્રહ તેમજ તેની હેરાફેરી અને વેચાણમાં સંડોવાયેલા લોકો સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત નિકોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે.ડી.જાટ, સાઇબર સ્ક્વોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચેતનકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંગને બાતમી મળી હતી કે, કઠવાડા GIDC રોડ નંબર- 1 પર પ્લોટ નંબર- 4 ખાતે આવેલી મેટાબિલ્ડ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ગેરકાયદેસર રીતે અગ્નિ શસ્ત્રના સ્પેરપાર્ટસ બનાવવામાં આવે છે. ફાયર આર્મ્સ લાયસન્સ મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે ફાયર આર્મ્સ બનાવવામાં આવે છે.
43 લાખનો શુું શું મુદ્દામાલ કર્યો કબ્જે : નિકોલ પોલીસે બાતમીના આધારે કારખાનામાં દરોડા પાડ્યા હતા. જેમાં યુનિક આલ્પાઇન કંપનીની JPR-1 કોડિયાક સ્કાઉટ રાઈફલની JPR-1 કોડિયાક સ્કાઉટ રાઇફલના વિવિધ સ્પેરપાર્ટ્સમાં ટ્રિગર બ્લેડ, હોલ્ડર, નટ, ફ્લશ કપ, હેરિસ સહિત એડેપ્ટર, ઓઝા હર એક્સટ્રેક્ટર, રીગેલ શેઇબે, સિચેરુંગ સ્વેલ, સ્કલોશેલ્ટર, શ્લેબોલઝેનફાહ્ને ફાયરિંગ પિન એક્સ્ટેંશન, મેગેઝીનહેબલ, ગિયરબોક્સ હાઉસિંગ, લીવર, બાર, SEAR, આ સ્પેરપાર્ટ્સ બનાવવા માટે ABZUGSBUGEL, TRIGGER અને ડાઈ નંગ 17 મળીને કુલ 43,39,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરઃ બાંદીપોરામાં દારુગોળા સાથે આતંકવાદીની ધરપકડ
ફરાર આરોપીઓને પકડવા દરોડા : નિકોલ પોલીસે જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન કારખાનાના માલિક કનવ મહેશ કુમાર છાટબાર (ઉ.વ.39) અને કંપની મેનેજર સ્નેહલ શિવરામ હેડુની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કંપનીના જનરલ મેનેજર અશોકભાઈ કેરાજી પ્રજાપતિ (રહે. વસ્ત્રાલ) ફરાર છે. પોલીસે જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ફરાર આરોપીઓને પકડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad News : ગેરકાયદેસર બાંધકામની 13,425 અરજી મળી, 100થી વધુનો નિકાલ
ગુનાખોરી રોકવા માટે પોલીસની ઝુંબેશ : ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસે ગુનાખોરીને ડામવા માટે અનેક ઝુંબેશ શરૂ કરી છે. તાજેતરમાં, શાહુકારોને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત અનેક વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પોલીસનું કહેવું છે કે, શહેરમાં ગુનાખોરીને રોકવા માટે સમયાંતરે કોઈને કોઈ ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. જેના કારણે અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળી અને ગુનાઓ પણ ઓછા બને.