- 2 દિવસના કરફ્યૂ ભંગ કરનારા સામે કરવામાં આવી કાર્યવાહી
- ફરજ દરમિયાન પોલીસકર્મીઓ પણ થયા કોરોના સંક્રમિત
- કરફ્યૂ ભંગ કરનારા સામે કેવા પ્રકારની કાર્યવાહી?
અમદાવાદ : શહેરમાં પોલીસ દ્વારા સ્ટેન્ડ બાય રહીને કરફ્યૂનું પાલન કરવવામાં આવ્યું હતું. કરફ્યૂ દરમિયાન પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કરફ્યૂના સમયમાં 460 કેસ નોંધીને 499 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
તારીખ | કરફ્યૂ ભંગના કેસ | આરોપી |
20-11-20 | 77 | 82 |
21-11-20 | 342 | 375 |
22-11-20 | 41 | 42 |
કુલ | 460 | 499 |
જાહેરનામું ભંગ કરનારા અને પોલીસ પણ કોરોના સંક્રમિત
પોલીસ દ્વારા કરફ્યૂ પાલન કરવવા માટે ફરજ નિભાવવામાં આવી રહી હતી. ત્યારે ફરજ દરમિયાન 13 કર્મચારી પણ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે 5 કર્મચારી સ્વસ્થ થઈને પરત ફર્યા હતા. કરફ્યૂ ભંગ કરનારા 1 વ્યક્તિ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. હાલ પોલીસના 33 કર્મચારી પોઝિટિવ છે.
સોમવારથી રાબેતા મુજબ શરૂ પણ રાત્રિ કરફ્યૂ યથાવત
અમદાવાદમાં સોમવારથી 2 દિવસનું કરફ્યૂ પૂર્ણ થતાં રાબેતા મુજબ શહેર ફરીથી શરૂ થશે, પરંતુ રાત્રિના 9થી સવારના 6 કાલક સુધી કરફ્યૂ રહેશે. લોકોએ પણ દિવસે સોશિયલ ડિસ્ટન્સ અને માસિકના નિયમનું પાલન કરવું પડશે.
રાતે 9 કલાક બાદ લગ્ન નહીં થઈ શકે
હાલ લગ્નન પ્રસંગ પણ આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ પાસેથી મંજૂરી લઈને લગ્ન યોજી શકાશે અને રાતના કરફ્યૂ દરમિયાન લગ્ન પણ નહીં યોજાઈ શકે. રાત્રિના 9 કલાક સુધી તમામ પ્રસંગ પૂરા કરવાના રહેશે.