અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધુ એક મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. મીઠાખળી ગામમાં એક મકાન ધરાશાયી થતા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. જેસીબીની મદદથી કાળમાળ દૂર કરીને અંદર રહેલા લોકોને બચાવવામાં આવ્યા હતા. જેમને નાની-મોટી ઈજા થતા સારવાર હેતું હોસ્પિટલ ખસેડાયા હતા. કાળમાળમાં અંદર રહેલી એક વ્યક્તિની શોધખોળ ચાલું છે. ઘરને અંદર રહેતા 3 લોકો હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય અમિત શાહ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અંગે ફાયર વિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરી દીધી છે.
માણસો ફસાયા હતા. એક માણસ ઊંડે દબાયા હતા. જેસીબીની મદદથી કાટમાળ દૂર કરાયો હતો. આ ભાઈનું નામ વિનોદભાઈ છે. મીઠખળી જૂનો વિસ્તાર છે. એક જ દિવાલ હોય એ પ્રકારના મકાન છે. ત્રણથી ચાર મકાન છે. આગળ જે અધિકારીઓ છે એ તપાસ કરીને આગળની કામગીરી કરશે. એસ્ટેટના અધિકારી કામગીરી કરશે-ફાયર વિભાગના અધિકારી
ત્રણ માળનું મકાનઃ આ મકાન ત્રણ માળનું હતું. અંદર રહેતા એક વ્યક્તિએ કહ્યું હતું કે, અચાનક આ મકાન પડી ગયું હતું. આખું મકાન બેસી ગયું હતું. મારો આખો પરિવાર ત્યાં હતો. સ્થાનિક મૂકેશભાઈ એ જણાવ્યું હતું કે, બાજુંનું મકાન અમારા પર પડ્યું હતું. વહેલી સવારે સવા સાત વાગ્યે આ ઘટના બની હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને એક નાના બાળક સહિત ત્રણ અન્ય વ્યક્તિને બચાવી લીધા હતા. કાટમાળ દૂર કરવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી. આ જૂનવાણી વિસ્તાર હોવાથી એક મકાન બીજા મકાનને અડીને આવેલું છે. બે મકાનોની એક દિવાલ છે. જેના કારણે પાસે રહેલા મકાનને પણ અસર પહોંચી હતી. યુદ્ધના ધોરણે રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. ફાયર વિભાગની પાંચ ગાંડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.