અમદાવાદ : રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદની ગણવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરની જનતાને અનેક સમસ્યાઓનો સામનો કરતો કરવો પડતો હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સ્ટેન્ડ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં 44 જેટલી નાની હોસ્પિટલોને C ફોર્મના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જ્યારે તેના લીધે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 50 બેડ ધરાવતી હોસ્પીટલમાં હવે C ફોર્મ જરૂર પડશે નહીં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 બેડની હોસ્પિટલને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પહેલા દરેક હોસ્પિટલને C ફરજિયાત કરવામાં આવ્યું હતું, પરંતુ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 બેડ સુધીની હોસ્પિટલે હવેથી C ફોર્મ લેવાનું રહેશે નહીં. જેના કારણે હવે અમદાવાદ શહેરમાં C ફોર્મના કારણે બંધ થયેલ 44 જેટલી હોસ્પિટલ ફરી ખુલશે. - હિતેશ બારોટ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, AMC)
25 સર્કલ રીડેવલપ : અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી નાના મોટા અકસ્માત જોવા મળી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેર દ્વારા તમામ બ્રિજ પર CCTV લગાવવાની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે હવે શહેરના 28 મુખ્ય રસ્તા ઉપર સર્કલ સજાવવાની, સ્ટ્રીટ લાઈટ તેમજ ડિવાઈડર તૂટેલા હોય તે તમામની કામગીરી શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉસ્માનપુરા જંકશન, નહેરુનગર જંકશન, પાલડી ચાર રસ્તા, નવરંગ સર્કલ, નમસ્તે સર્કલ, રામેશ્વર જંક્શન સહિતના કુલ 25 જેટલા જંકશનને ડેવલપ કરવામાં આવશે.
વોર્ડમાં ગ્રામ સભા : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જનતાને પ્રાથમિક સુવિધા લઈને જે પણ સમસ્યાઓ ઉદ્ભવતી હોય તેને લઈને 5 ઓગસ્ટથી દરરોજ તમામ વોર્ડની અંદર ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. જેની અંદર સ્થાનિક લોકો એક ગ્રામસભામાં જઈને પોતાની ફરિયાદનું નિવારણ કરી શકે છે. આ ઉપરાંત 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જેમાં સ્વાતંત્ર સેનાનું સન્માન કરવામાં આવશે. શહેરની માટી ભેગીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તમામ નગર નિગમની માટીને કેન્દ્ર સરકારમાં દિલ્હી ખાતે મોકલવામાં આવશે.