અમદાવાદ: હેરિટેજ કાર શોમાં ભાગ લીધેલી તમામ કાર કોટ વિસ્તારમાં ભદ્ર કિલ્લો, સીદી સૈયદની જાળી, જૈન મંદિર, હઠીસિંહ, માણેક બાગ, એલિસ બ્રિજ તથા અન્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ વિન્ટેજ કાર શોનું ઉદ્દેશ્ય કારની જાળવણી દર્શાવવાની સાથે આજની નવી અને પ્રગતિશીલ પેઢીને જૂની પરંપરાનું મૂલ્ય સમજાવવાનો છે.
આ હેરિટેજ કાર શોમાં ગુજરાત અને ગુજરાત બહારથી પણ કાર આવી હતી. આ શોમાં કાર ઉપરાંત વિન્ટેજ બાઈકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ શો 2 દિવસ ચાલશે. જે તમામ અમદાવાદીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ કાર શોમાં 100 વર્ષ સુધીની જૂની કાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.