ETV Bharat / state

Sarangpur Hanuman Controversy: સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ, સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર - ahmedabad Hanuman temple Salangpur dispute sadhu santo meeting at sarkhej decided not to accept swaminarayan saint in any function

સાણંદ સનાથલ ગામ પાસે આવેલ લંબેનારાયણ આશ્રમમાં સારંગપુર હનુમાનજીને સ્વામિનારાયણ દાસ બતાવ્યા મુદ્દે સાંધુ સંતોની બેઠક મળી હતી. જેમા કુલ 10 જેટલા મુદ્દા પર ચર્ચા કરવામાં આવતી હતી. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો સાધુ સંતોએ કોર્ટમાં પુરાવા સાથે પણ જવાની તૈયારી દર્શાવી છે.

ahmedabad Hanuman temple Salangpur dispute sadhu santo meeting at sarkhej decided not to accept swaminarayan saint in any function

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2023, 11:31 AM IST

Updated : Sep 3, 2023, 1:26 PM IST

ઋષિભારતી બાપુ, મહંત, ભારતી આશ્રમ, સરખેજ

અમદાવાદ: સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં સનાતન સંતો દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. સાધુ સંતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓ સ્વામિનારાયણ મંદિરે કે કોઈ કાર્યક્રમમાં નહિ જાય. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારની પ્રતિજ્ઞા પણ કરી હતી. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં.

હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ

સાધુ સંતોની બેઠક: બેઠકમાં મોટી સંખ્યામાં રાજ્યભરના સાધુ-સંતોએ હાજરી આપી હતી. જેમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિ નાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાસિક સહિત મોટી સંખ્યામાં સંતો હાજર છે.

સારંગપુર હનુમાનજીને સ્વામિનારાયણ દાસ બતાવ્યા મુદ્દે સાંધુ સંતોની બેઠક મળી

'હજી તો આ શરૂઆત છે, સ્વામિનારાયણ સંતોની સાથે હવે કોઈપણ પ્રોગ્રામમાં જઈશું નહીં અને તેઓને બોલાવીશું પણ નહીં. અમે આ તમામ બાબતોનું પાલન અમારા અનુયાયીઓ કરે તે માટે સમજાવીશું. સ્વામિનારાયણ મંદિરમાં જઈશું નહિ, હવે કોઈ સમાધાન નહિ. માત્ર ક્ષેત્રનો વિવાદ નથી, પરંતુ જે રીતે તેમના સાહિત્યમાં અવારનવાર ભગવાનનું અપમાન કરવામાં આવે છે. તેને લઈને પણ સાધુ સંતોમાં વિરોધ છે.' - ડો. જ્યોતિરનાથ મહારાજ

વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા: સામે આવેલી માહિતી અનુસાર સાણંદના લંબેનારાયણ આશ્રમ ખાતે ડો. જ્યોતિરનાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિમાં બેઠક મળી છે. તેમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીની હકાલ પટ્ટી કરી દેવામાં આવી છે.

સાધુ સંતોની મળેલી બેઠકમાં નીચે મુજબ ઠરાવ પસાર કરવામાં આવ્યા:

  1. ગુજરાતમાં શાંતિ દોડવાનો જે પ્રયત્ન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાન દાદા અને સનાતન ધર્મના વિવિધ અપમાન દ્વારા સનાતન ધર્મને ભાવિક ભક્તોની લાગણી દુભાવવાનું કામ કરવામાં આવ્યું છે. તેના વિરુદ્ધ જન આંદોલન ખૂબ જ મોટું સ્વરૂપ લેવાઈ રહ્યું છે. જેની નોંધ પણ સરકાર દ્વારા લેવામાં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે.
  2. ભારત સરકાર દ્વારા સનાતન ધર્મના સાહિત્યને વિશેષ ઠરાવ કરીને જોગવાઈ કરી સંસદમાં તેને પસાર કરવામાં આવે.
  3. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સહજાનંદ સ્વામીને પોતાના ઇષ્ટદેવ માનતા હોય સ્વામિનારાયણ મંદિરોમાં સનાતન ધર્મના દેવ દેવતાઓનું સ્થાપન કરવામાં ના આવે.
  4. સનાતન ધર્મના દેવી દેવતાઓનું સ્વામિનારાયણ સંપ્રદાય સંતો ભક્ત દ્વારા ક્યારેય પ્રવચનમાં ઉલ્લેખ કરવામાં ન આવે.
  5. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મના શ્રીમદ ભગવત ગીતા, રામચરિત માનસ કે હનુમાનની કથા વગેરે કરવામાં ન આવે અને કર્મકાંડ પણ કરવામાં ન આવે.
  6. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવામાં આવ્યા હોય તેને કાયમી ધોરણે દૂર કરવામાં આવે..
  7. સનાતન ધર્મ દેવી દેવતાઓનો જ્યાં જ્યાં નીચે દેખાડવામાં આવ્યા હોય તે જગ્યા ને કાયમ માટે દૂર કરવામાં આવે.
  8. સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા પર હોય તો તેઓને હોદ્દા પરથી રાજીનામાં આપવામાં લેવામાં આવે અને સનાતન ધર્મની સંસ્થાઓમાં હોદ્દા ઉપર લેવાનો પ્રયાસ ન કરવો.
  9. સ્વામીનારાયણ ધર્મએ સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે બહેનોને સ્ટેજ ઉપરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવુ.
  10. સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણ સંતો સાચા છે એવું કહી સનાતન ધર્મની લીટી નાખવાનો પ્રયત્ન કરનારને દૂર કરવા.
  11. સનાતન ધર્મની નીચે જગ્યા ઉપર સ્વામિનારાયણ હોય તેને તાત્કાલિક સરકારને સોંપવામાં આવ્યા અથવા તો ધર્મની પરત આપવામાં આવે.
  12. આજથી મંદિરમાં જવું નહીં, સ્વામિનારાયણ સંતોને આવકારિશું નહીં, સ્વામિનારાયણ સંતોના આમંત્રણને સ્વીકારશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ ઉપર જશું નહીં, અને સ્વામિનારાયણ ધર્મનો બહિષ્કાર કરવામાં આવશે.

આગામી બેઠક 5 તારીખે: મહામડલેશ્વર ઋષિ ભારતી જણાવ્યું હતુ કે આજ સાણંદ પાસે આવેલ લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ સતો બેઠક મળી હતી. જેમાં 12 જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. 5 તારીખે રાજ્ય કક્ષાના સંતો તેમજ બીજા રાજ્યના સાધુ સંતો પણ આ બેઠકમાં હાજર રહેશે. આગામી સમય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સાધુ સંતો પણ આ આંદોલનમાં જોડાશે.

  1. Sarangpur Hanuman Controversy: હું પૂજારી છુ અને ભગવાનનું સ્વરૂપ ધારણ કરુ તે યોગ્ય નથી - રામ મોકરિયા
  2. Sarangpur Hanuman Controversy : શખ્સે બેરિકેડ્સ તોડી ભીંતચિત્રો પર કાળો રંગ લગાવ્યો, કુહાડીના ઘા માર્યા

Last Updated : Sep 3, 2023, 1:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.