ETV Bharat / state

Ahmedabad Hanuman Temple : હનુમાનજીને 5 નાળિયેરનું તોરણ ચઢાવવાથી થાય છે મનોકામના પૂર્ણ

અમદાવાદના અંધજન મંડળ પાસે આવેલું માનતાવાળા હનુમાનજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરે કોઈપણ માનતા રાખવામાં આવે છે. તે અવશ્ય પૂર્ણ થાય છે. આ મંદિરમાં હનુમાનજી અને શનિદેવની પૂજા કરવામાં આવે છે. અહીંયા માનતા પૂર્ણ થતા 5 નાળિયેરનું તોરણ ચડાવવામાં આવે છે.

Ahmedabad Hanuman Temple : હનુમાનજીને 5 નાળિયેરનું તોરણ ચઢાવવાથી થાય છે મનોકામના પૂર્ણ
Ahmedabad Hanuman Temple : હનુમાનજીને 5 નાળિયેરનું તોરણ ચઢાવવાથી થાય છે મનોકામના પૂર્ણ
author img

By

Published : Feb 25, 2023, 6:03 AM IST

અમદાવાદના અંધજન મંડળ પાસે આવેલ હનુમાનજી જે માનતાવાળા હનુમાન તરીકે ઓળખાય છે

અમદાવાદ : હિન્દુ ધર્મમાં લોકો ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખતા હોય છે. અલગ અલગ દેવી-દેવતાઓ પાસે પોતાની દુઃખ દર્દ વ્યક્ત કરતા હોય છે. માનતા પણ રાખતા હોય છે. સાચા દિલથી રાખવામાં આવેલી માનતાઓ પણ ખરેખરમાં પૂર્ણ પણ થતી હોય છે. ત્યારે આવા જ એક અમદાવાદના અંધજન મંડળ પાસે આવેલ હનુમાનજી જે માનતાવાળા હનુમાન તરીકે ઓળખાય છે. અહીંયા કોઈ પણ માનતા રાખવામાં આવે છે તે પરિપૂર્ણ થાય છે. અને તેમને 5 નાળિયેરનું તોરણ પણ ચઢાવવામાં આવે છે.

માનતા પૂર્ણ થતા 5 નાળિયેરનું તોરણ ચડાવવામાં આવે છે

શનિવારે મોટી સંખ્યામાં આવે છે ભકતો : પૂજારી ભરત ત્રિવેદીએ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ મંદિર ઘણું જૂનું છે. જ્યારે અહીંયા 132 ફૂટનો રોડ ન હતો ત્યારથી આ મંદિર છે. આ મંદિરમાં રહેલી હનુમાનજીની મૂર્તિ તે સ્વયંમ પ્રગટ થયેલી માનવામાં આવે છે. અહીંયા હનુમાનજીને તેલનો દીવો કરવામાં આવે છે. દર શનિવારે મોટી સંખ્યામાં શહેરીજનો દર્શન કરવા માટે આવે છે. હનુમાનજીને અને શનિદેવને તેલ પણ ચડાવે છે.

આ પણ વાંચો Rajkot News : રાજકોટનું આ મંદિર જ્યાં માતાજીને ધરવામાં આવે છે પાણીપુરી અને દાબેલી

નાળિયેર ચડાવવાની માનતા : વધુમાં જણાવ્યું હતું કે આ હનુમાનજી માનતાવાળા હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. એક ગરીબ વ્યક્તિની સાયકલ ચોરાઈ ગઈ હતી અને તેને અહીંયા આવીને માનતા રાખી હતી. માનતા રાખ્યા ના થોડાક જ દિવસોમાં તેની સાયકલ પરત મળી ગઈ હતી. ત્યારથી અહીંયા માનતાવાળા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા લોકો 5 નાળિયેર, 11 નાળિયેર, 51 નાળિયેર, 151 નાળિયેરના તોરણની પણ બાધા રાખે છે.

શનિવારે હનુમાનજીને અને શનિદેવને તેલ પણ ચડાવાય છે

સમસ્યા દૂર થઈ ગઈ : શ્રદ્ધાળુ કોમલ જાની ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું અહીંયા છેલ્લા 25 વર્ષથી આવું છું પહેલા મારા પરિવારમાં એક ખૂબ મોટી સમસ્યા ઉદભવી હતી. મેં અહીંયા આવીને હનુમાનજીને પ્રાર્થના કરી હતી કે મારા પરિવારમાં જે પણ સમસ્યા આવી છે તે દૂર થશે તો હું તમને 5 નાળિયેરનું તોરણ ચઢાવીશ અને થોડેક દિવસોમાં ધીમે ધીમે આ સમસ્યા દૂર થઈ ગઈ. ત્યારથી આ હનુમાનજી પર મને ખૂબ જ અતૂટ શ્રદ્ધા છે અને હું દર શનિવારે અહીંયા દર્શન કરવા માટે આવું છું.

આ પણ વાંચો Maha Shivratri 2023 : સુરતમાં 2351 કિલોના પારદ શિવલિંગ દર્શન માત્રનો મોટો મહિમા, કેન્સર પીડિતો પણ સાજા થયા

રોગોમાંથી મને મુક્તિ મળી : અન્ય શ્રદ્ધાળુ બંટી ચૈતન્ય ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું છેલ્લા 10 વર્ષથી આ હનુમાનજીના દર્શન કરવા આવું છું મને પહેલા અનેક રોગોની સમસ્યા હતી અને મેં અહીંયા આવીને હનુમાનજી પાસે માનતા રાખી હતી. ટૂંક સમયમાં તમામ પ્રકારના રોગોમાંથી મને મુક્તિ મળી હતી. આજ સુધી મને એક પણ પ્રકારનો રોગ શરીરમાં નથી. તેથી મને પણ આ હનુમાનજી શ્રદ્ધા છે અને હું દર શનિવારે હનુમાનજીને તેલ ચઢાવવા માટે અહીંયા આવું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.