ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રામાં કેમ મગ અને જાબુંનો પ્રસાદ આપવામાં આવે છે, જાણો કારણ... - અમદાવાદ જગન્નાથ રથયાત્રા

અમદાવાદની રથયાત્રામાં હજારો ભક્તોને મગ અને જાંબુના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓને જાંબુ અને મગનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે પ્રસાદ આપવા પાછળ કારણ શું છે જાણો.

Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રામાં કેમ મગ અને જાબુંનો પ્રસાદ આપવામાં આવે છે, જાણો કારણ...

author img

By

Published : Jun 20, 2023, 12:57 PM IST

Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રામાં કેમ મગ અને જાબુંનો પ્રસાદ આપવામાં આવે છે, જાણો કારણ...

અમદાવાદ : ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્ર સાથે અમદાવાદની નગરચર્યાએ નીકળ્યા છે. તેવામાં દર વર્ષે રથયાત્રામાં મગ અને જાંબુનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. આ પ્રસાદ આપવા પાછળનું કારણ પણ ભગવાન સાથે જ જોડાયેલું છે. લોકો પ્રસાદ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે.

ભગવાનના મામા ઘરે લીલી લહેર : એક કહેવત મુજબ ભગવાન જગન્નાથ તેમના મામાના ઘરે જતા હતા, ત્યારે જાંબુ અને મગ તેમજ કેરીનો પ્રસાદ તેઓને ખૂબ જ ભાવતો હોવાથી તેમને વધુ મગ અને જાંબુ તેમજ કેરી ખાધી હતી. જેના કારણે જ તેઓને આંખો આવી ગઈ હતી. જેના કારણે તેઓને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા અને આંખ સાજી થયા બાદ પાટા ખોલીને પરત તેઓ જગન્નાથ મંદિરે આવ્યા હતા.

હજારો ભક્તોને પ્રસાદી વિતરણ : જેથી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને જાંબુ અને મગનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. હજારો કિલો મગ અને જાંબુ આ દિવસે ભક્તોને આપવામાં આવે છે. મગ અને જાંબુનો પ્રસાદ ગ્રહણ કરી ભક્તો પણ ધન્યતા અનુભવે છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને છેેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારી કરવામાં આવી રહી હતી. પોલીસ વિભાગ દ્વારા પણ લોકોની સુરક્ષાને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે આ તરફ રથયાત્રામાં પ્રસાદીનું મહત્વને લઈને અનેક ભક્તો દ્વારા હજારો કિલ્લોમાં ડ્રાયફુડ નાખીને પ્રસાદ બનાવવામાં આવ્યો હતો.

  1. Ahmedabad Rathyatra 2023: 'ડાકોર વાલે આયે.....' ની ધૂન પર ઝૂમી ઉઠી ભજન મંડળી
  2. Ahmedabad Rath Yatra 2023: રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે બીજી વખત કરી પહિંદવિધિ, કંટ્રોલરૂમમાં જઈ નિહાળી રથયાત્રા
  3. Ahmedabad Rath Yatra 2023: બાબા બાઘેશ્વરથી લઈ બાળ કૃષ્ણ, રાધા સુધી જગન્નાથ રથયાત્રામાં વિવિધ રંગોની અદભૂત તસવીરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.