- સાબરમતી રિવરફ્રન્ટ આયોજીત ફલાવર શો માટે મંજૂરી
- કોવિડ ગાઈડલાઇન સાથે આપી મંજૂરી
- ફલાવર શો માટે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી
અમદાવાદઃ ગત વર્ષે દિવાળી બાદ કોરોનાએ નવેમ્બર - ડિસેમ્બરમાં શહેરમાં રીતસરનો ફફડાટ ફેલાવ્યો હતો એટલે ફ્લાવર શોને પડતો મૂકવા સિવાય કોઈ અન્ય વિકલ્પ જ તંત્ર પાસે બચ્યો ન હતો. પરંતુ આ વર્ષે જૂન મહિના બાદ કોરોના હળવો થતાં સત્તાવાળાઓએ ફ્લાવર શોની ફાઇલ પરની ધૂળને ખંખેરીને નવેસરથી દરખાસ્ત તૈયાર કરી જેને આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. AMCના સત્તાધીશોએ અમદાવાદીઓને આગામી જાન્યુઆરી 2022ના પહેલા પખવાડિયામાં ફ્લાવર શો જોવા (Ahmedabad Flower Show 2022)માટે તંત્રને આમંત્રણ પાઠવશે.
રિવરફ્રન્ટ પર ફ્લાવર શો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation )બાગ બગીચા વિભાગ દ્વારા એક વર્ષ પછી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો 2022ના(Flower show 2022 on the riverfront) આયોજનની દરખાસ્ત તૈયાર કરીને આજે મ્યુનિ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી આપવામાં આવી છે. જો. કે મનપાના નિર્ણયને લઈ શાસક ભાજપ પણ મૂંઝવણમાં મુકાયો છે. તંત્રનો ફ્લાવર શો બેશક લોકો માટે નવા વર્ષનું નવલું નજરાણું બનતો આવ્યો છે અને લાખોની સંખ્યામાં આબાલવૃદ્ધો ફ્લાવર શોની મજા માણવા ઊપડી પડે છે. ફ્લાવર શોમાં તંત્ર દ્વારા આઠથી દસ લાખ જેટલાં આકર્ષક ફૂલોની સજાવટ કરાય છે. વિવિધ રંગી ફૂલો તેની આસપાસની નયનરમ્ય લાઇટિંગથી વધુ શોભી ઊઠે છે. રિવરફ્રન્ટની પાસે સહપરિવાર ફ્લાવર શોમાં વિવિધ સ્થળે ગોઠવાયેલા આકર્ષક સ્કલ્પચર પણ લોકોને મંત્રમુગ્ધ કરતા આવ્યાં છે.
ફ્લાવર શોનાં આયોજન માટે તંત્રે ચક્રો ગતિમાન
જોકે કોરોના મહામારી પહેલાની વાત જુદી હતી. તે વખતે લોકોની ભીડભાડથી લેશમાત્ર ચિંતાનું કારણ નહોતું ફક્ત ફલાવર શોના લાખો સહેલાણીઓએ ખિસ્સાકાતરુઓથી સાચવવું પડતું હતું તેમજ નાનાં ભૂલકાં માતા પિતા, પરિવારથી છૂટાં ન પડી જાય તે જોવું પડતું હતું. જોકે હવે કોરોના જેવો ઘાતક પુરવાર થયેલો વાયરસ ફરી ફૂંફાડા મારી રહ્યો હોઈ તેવામાં ફ્લાવર શોનાં આયોજન માટે તંત્રે ચક્રો ગતિમાન કરતાં આ બાબત ચર્ચાસ્પદ બની છે.
આ પણ વાંચોઃ fire in ATM machine Vadodara : વડોદરા ATM મશીનમાં આગના બનાવે લખો રૂપિયા બળીને ખાક
આ પણ વાંચોઃ women's startups: મહિલાઓ કરશે મહિલાઓના સ્ટાર્ટઅપમાં રોકાણ