અમદાવાદઃ દિવાળીમાં છેલ્લી ઘડીએ ફરવા જવાનું આયોજન (traveling last minute during Diwali ) કરતા હોવ તો બે વખત વિચાર કરજો. કારણ કે, એરલાઈન્સે ખાસ કરીને જ્યાં ટૂરિસ્ટનો ધસારો હોય તે રૂટ પરના ભાડા આસમાને પહોંચાડી દીધા છે. અમદાવાદથી (Ahmedabad flight in Diwali) ફલાઇટમાં હાલમાં સૌથી ઊંચું ભાડું ગોવાનું છે જે સામાન્ય દિવસો કરતાં ચાર ગણુ વધારે છે.
વન-વે ફેર સિસ્ટમ ઃ ચાલુ દિવસમાં આ ભાડુ ફક્ત 4500ની આસપાસ હોય છે. હાલમાં ગોવાનો જે વન-વે ફેર સિસ્ટમ પર ચાલી રહ્યો છે તે દુબઇની સમકક્ષ 18 હજાર છે. આ ઉપરાંત મુંબઇ, કોચી અને બેંગ્લુરુના ભાડાં સૌથી વધુ છે. સાઉથ, મહારાષ્ટ્ અને તેની આસપાસ ફરવા જનાર ટૂરિસ્ટો ગુજરાતમાંથી સૌથી વધુ જઇ રહ્યા છે, ત્યારે મુંબઇ, કોચી, અને બેંગ્લુરૂની ફલાઇટોના ઉંચા ભાડાં વસૂલવામાં આવી રહ્યા હોવાથી ડોમેસ્ટિક સેક્ટરની એરલાઇન કંપનીઓને ઘી-કેળાં છે.
ચાર સેક્ટરમાં સૌથી વધુ મુસાફરોનો ટ્રાફિકઃ એરલાઇન કંપનીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, દિવાળીમાં ઉપરોક્ત ચાર સેક્ટરમાં સૌથી વધુ મુસાફરોનો ટ્રાફિક છે આ સેક્ટરમાં લગભગ મોટાભાગની ફલાઇટો અગાઉથી પૈક છે જે માંડ 10 થોડી સીટો ખાલી છે તે પણ ઉંચા ફેરમાં છે. ખાસ કરીને દિવાળીથી લઇ આગામી 30 ઓક્ટોબર સુધી આ પરિસ્થિતિ રહેશે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના કારણે ઉત્તર ભારતની મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ થઈ ગઈ છે.
કોચીનો ટ્રાફિક વધુ, ડાયરેક્ટ ફલાઇટ એક: અમદાવાદથી કોચીના સેક્ટર માટે મુસાફરોનો રસ વધુ છે પણ અમદાવાદથી એકમાત્ર ઇન્ડિગો જ ઓપરેટ કરે છે, બાકી આ સેક્ટરમાં વાયા કનેક્ટિંગ ફલાઇટ મળી રહે છે.