ETV Bharat / state

Ahmedabad Crime : પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો, દીકરી હિંમત ન હારી - Ahmedabad father tried daughter rape

અમદાવાદના વટવામાં પિતાએ પોતાની જ દીકરી પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ માત્ર 10 વર્ષની દીકરી પર અડપલા કર્યા હતા. દીકરીએ પ્રતિકાર કરતા નરાધમ પિતાએ તેને લાફો માર્યો હતો. જે બાદ દીકરી રડવા લાગતા સમગ્ર હકીકત માતા સામે મુકતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

Ahmedabad Crime : પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો, દીકરી હિંમત ન હારી

author img

By

Published : Jul 13, 2023, 7:35 PM IST

પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો

અમદાવાદ : શહેરમાં પિતા અને પુત્રીના સબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની પુત્રી પર જ પિતાએ નજર બગાડીને શારીરિક અડપલાં કરી તેની આબરુ લેવાની કોશિશ કરી હોવાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સગીરાની માતાએ જ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી એક મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. મહિલા ઘરમાં પતિ અને બે બાળકો સાથે રહે છે. મહિલાનો પતિ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 12મી જુલાઈ બુધવારના દિવસે મહિલા પોતાના એક બાળકને તબીયર સારી ન હોવાથી તબીબને બતાવવા માટે લઈ ગઈ હતી અને ઘરમાં તે સમયે તેઓની 10 વર્ષની સગીર દિકરી તેમજ પતિ હાજર હતો. થોડા સમય પછી મહિલાના ભાઈએ ફોન કરીને જાણ કરી હતી કે મહિલાની દિકરી રડતા રડતા તેઓની પાસે આવી છે અને તેના પિતાએ તેની સાથે અજુગતુ કર્યું છે.

સગીરાએ હિંમત દાખવી : આ અંગે જાણ થતાં મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તરત જ તેઓ દવાખાનેથી ભાઈના ઘરે પહોંચ્યા હતા. આ અંગે દિકરીને પૂછતાં તેણે રડતા રડતા માતાને જણાવ્યું હતું કે, માતા દવાખાને ગઈ ત્યારે બપોરના સમયે સગીરા ઘરમાં રસોડામાં કામ કરી રહી હતી, જે દરમિયાન અચાનક જ તેનો પિતા ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરાની શરીરે અડપલાં કરવાનાં શરૂ કર્યા હતા. સગીરાએ પ્રતિકાર કરતા નરાધમ પિતાએ તેને લાફો માર્યો હતો અને જેના કારણે તે નીચે પડી ગઈ હતી, જોકે સગીરાએ હિંમત ન હારી અને તે દોડીને નજીકમાં જ રહેતા મામાને ત્યાં ગઈ હતી અને આ અંગે તેઓને જાણ કરી હતી.

પોલીસ કંટ્રોલના મેસેજના આધારે તપાસ કરી આ આરોપી સામે ગુનો દાખલ કરવામા આવ્યો છે. ઝડપાયેલા આરોપી સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની સામે કટર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - કે.એ ગઢવી (PI, વટવા પોલીસ સ્ટેશન)

પોલીસે આરોપીની ધરપકડ કરી : જે બાદ સગીરાની માતાએ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતાના પતિની કરતુત અંગેની ફરિયાદ કરી હતી, જેથી વટવા પોલીસે ફરિયાદીના ઘરે જઈને નરાધમ પિતાને પકડી પોલીસ મથકે લાવી તપાસ શરૂ કરી હતી. આ અંગે મહિલાએ પતિ સામે દિકરી સાથે અડપલાં તેમજ મારમારીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને મેડીકલ તપાસ માટેની તજવીજ હાથ ધરી છે.

  1. Rajkot Crime: રાજકોટમાં 13 વર્ષની તરુણીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપી ઝડપાયો
  2. Surat Crime : બે સંતાનની માતા પર દુષ્કર્મ આચરતો યુવક, પતિએ હિંમત બંધાવતાં મહિલાએ કરી પોલીસ ફરિયાદ
  3. Ahmedabad Crime : PSI જાડેજા બોલું છું, કહીને વેપારી-પોલીસને ચૂનો લગાડ્યો, આરોપીની વાતો સાંભળીને પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.