ETV Bharat / state

Ahmedabad Crime : લ્યો બોલો પોલીસ બનીને લૂંટફાટ કરનાર શખ્સ ઝડપાયો

author img

By

Published : Feb 15, 2023, 3:33 PM IST

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નકલી પોલીસ બનીને રાહદારીઓને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા યુવકની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આ મામલે બળજબરીથી કઢાવી લીધેલા રૂપિયા અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Ahmedabad Crime : લ્યો બોલો, પોલીસ બનીને લૂંટફાટ કરનાર શખ્સ ઝડપાયો

પોલીસ બનીને રાહદારીઓને રોકી લૂંટ કરનાર શખ્સ ઝડપાયો

અમદાવાદ: શહેરમાં નકલી પોલીસ બનીને રાહદારીઓ પાસેથી લૂંટફાટ કરતો શખ્સ ઝડપાયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નારોલથી સોનીની ચાલી સુધીના રૂટ પર પસાર થતા રાહદારીઓને ટાર્ગેટ કરતો આ શખ્સ. પોતે પોલીસ હોવાની ઓળખ આપીને પૈસા પડાવનાર આ આરોપીની ધરપકડ કરાઈ છે. આ મામલે મુન્નાવર ઉર્ફે મુન્નો શેખ નામના યુવકની રબારી કોલોની પાસેથી ધરપકડ કરાઈ છે. પકડાયેલા આરોપીએ થોડા સમય પહેલા જ રામોલમાં CTM BRTS બસ સ્ટેન્ડ પાસે એક રાહદારીને રોકી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમજ 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી. અંતે એક હજાર રૂપિયાની લૂંટ કરી હતી. જે મામલે રામોલ પોલીસ મથકે યુવકે ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાની તપાસ દરમિયાન પોલીસે આસપાસના CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો : Mehsana Crime : ધાડ પાડી લૂંટફાટ-ચોરીનો આતંક મચાવનારી ગેંગના 3 શખ્સો ઝડપાયા

કોની પાસે રુપિયા પડાવતો હતો : પકડાયેલો આરોપી મુન્નાવર ઉર્ફે મુન્નો વટવાનો રહેવાસી છે અને તે પોતાના વટવાના મિત્ર ઈમરાન પઠાણ સાથે નારોલથી સોનીની ચાલી સુધી મોટર સાયકલ લઈને ફરતો હતો. જે રાહદારીઓ સરળતાથી પૈસા આપી દે અથવા તો ડરી જાય તેવા હોય તેને જ ટાર્ગેટ કરતો હતો. રાહદારીને રોકી યેનકેન પ્રકારે તેને ડરાવી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા પડાવતો હતો.

આ પણ વાંચો : Harsh Sanghvi in Surat : આંગડીયા લૂંટ કેસમાં લૂંટારુઓ પાસેથી જપ્ત મુદ્દામાલ વેપારીઓને પાછો સોંપાયો

પાંચ વર્ષ પહેલા પણ ઝડપાયો : આ ગુનામાં ઝડપાયેલો આરોપી પાંચ વર્ષ પહેલા પણ મણિનગરમાં નકલી પોલીસના ગુનામાં ઝડપાયો હોવાનું ખુલ્યું છે. ત્યારે હાલ તો પોલીસે આ મામલે ફરાર આરોપીને પકડવા રામોલ પોલીસે કવાયત તેજ કરી છે. તેમજ પકડાયેલા આરોપીએ પોતાના મિત્ર સાથે મળીને કેટલા રાહદારીઓને આ પ્રકારે ડરાવી પૈસા પડાવ્યા છે તે અંગે પૂછપરછ હાથ ધરાઈ છે. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનના PI સી.આર રાણાએ જણાવ્યું હતું કે, પકડાયેલા આરોઓપીની હાલ તપાસ ચાલુ છે. વોન્ટેડ આરોપી સાથે મળીને તેણે કેટલા ગુનાને અંજામ આપ્યો તે અંગે પૂછપરછ કરવા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.