અમદાવાદ: શહેર જાણે ડ્રગ્સનો અડો બની ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે કેમકે રોજ એક કિસ્સો ડ્રગ્સ પક્ડાવાનો સામે આવતો હોય છે. ફરી વાર શહેરમાંથી ડ્રગ્સ પકડાયું હોવાની માહિતી મળી રહી છે.રામોલમાં બરોડા એક્સપ્રેસ હાઇવેના નાકેથી કારમાં ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. એક યુવતી સહિત વડોદરાના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 16.120 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જેની કિંમત રુપિયા 1.61 લાખ અને કાર સહિત રુપિયા 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ફિરદોષ મન્સૂરી અને આશિષ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપીઓ આપતા હોવાનું સામે આવ્યું છે.
જગ્યાએ મળ્યા: આ મામલે ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે ફીરદોશ મન્સૂરી અને આશિષ પરમાર પાંચ વર્ષ પહેલા એક જગ્યાએ મળ્યા હતા. અને જે બાદ ફીરદોશ મન્સૂરીએ આશિષ સાથે રહેવા માટે પોતાના પતિને છૂટાછેડા આપ્યા હતા. જે બાદ બંને લિવ ઈન રિલેશનશિપમાં વડોદરા રહેતા હતા. આ ગુનામાં ઝડપાયેલો આશિષ પરમાર પોતે ડ્રગ્સનઓ બંધાણી હતો. જેના કારણે ફિરદોશ પણ ડ્રગ્સના રવાડે ચઢી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime: સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ, રિક્ષામાં લગાડી આગ
ડ્રગ્સની ડીલીવરી: જોકે બાદમાં બંને જણાયે અમદાવાદ શહેરમાં ડ્રગ્સના બંધાણી ગ્રાહકોને શોધીને તેની ડ્રગ્સની ડીલીવરી કરવાનું શરૂ કર્યું હતું. જોકે આ મામલે પકડાયેલા બંને આરોપીઓને ડ્રગ્સ આપનાર વડોદરાના સાગર મિસ્ત્રી નામના આરોપીનું નામ ખુલતાં અમદાવાદ શહેર એસોજી ક્રાઇમ એ વડોદરા SOG નો સંપર્ક કરી સાગર મિસ્ત્રીની પણ ધરપકડ કરી છે. હાલ આ સમગ્ર મામલે પકડાયેલા બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવી મુખ્ય આરોપીને ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો Ahmedabad Crime News: અમદાવાદના રખિયાલમાં યુવક પર ફાયરિંગ, SOG ક્રાઇમે બેને પકડ્યાં
આરોપીઓની પૂછપરછ: આ અંગે શહેર એસઓજી ક્રાઈમના એસીપી બી.સી સોલંકીએ જણાવ્યું હતું કે આરોપીઓ પોતે નશાના બંધાણી હોય અને પહેલા પોતાના માટે ડ્રગ્સ ખરીદતા હતા. જે બાદ ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. આ મામલે તેઓની સાથે સંપર્કમાં રહેલા અન્ય લોકોની તપાસ કરવા માટે આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.