- જિલ્લા કક્ષાએ ગણતંત્ર દિવસની ઉજવણીનું આયોજન
- ઉર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન
- શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ
અમદાવાદ : આજે દેશના 72મા ગણતંત્ર દિવસની દિલ્હી સહિત સમગ્ર દેશમાં પૂરી આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે ઉજવણીમાં થોડી સાદગી જોવા મળી હતી, પરંતુ દેશદાઝ અને દેશપ્રેમમાં કોઇ ઉણપ નહીં દેખાઇ નથી. આ કાર્યક્રમમાં ધ્વજવંદન, પોલીસ ટુકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, પ્રધાન દ્વારા ઉદબોધન, પ્રમાણપત્રોનું વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિતના આયોજન કરવામાં આવ્યું હતું.
7 ટુકડીઓ દ્વારા પરેડ યોજાઇ
આ કાર્યક્રમમાં યોજાયેલા રિહર્સલમાં ટ્રાફ્કિ પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ડોગ સ્કોર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યુઝિક પ્લાટુન સહિતની 7 ટુકડીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી.