અમદાવાદઃ કોરનાની દહેશતના પગલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં વાયરસ ફેલાવવા અને તેનાથી રાખવાની સાવચેતી અંગે જણાવવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત પોલીસ પણ આ મામલે સજ્જ થઈ છે અને કોરોના વાયરસની અસર કોઈ પણ પોલીસકર્મીને ન થાય તે માટે ખાસ પગલાં લઇ રહીં છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સલાહ મુજબ, અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ સેલ દ્વારા કોરોનાથી બચવા સાવચેતીના ભાગરૂપે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમમાં મોટી સંખ્યામાં લોકો અરજી અને ફરિયાદ આપવા માટે આવતા હોવાથી કર્મચારીઓ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત લોકોને પણ સેનેટાઈઝરનો ઉપયોગ કરાવા અનુરોધ કરી રહ્યા છે.