ETV Bharat / state

Ahmedabad Crime : વટવામાં 22 લાખના ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, જેલમાં બંધ આરોપીઓએ સૂકવવા માટે આપેલું

અમદાવાદમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું હતું. વટવામાંથી 22 લાખ રુપિયાની કિમતના એમડી ડ્રગ્સ સાથે એક યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જેલમાં બંધ આરોપીઓએ આ ભીનું ડ્રગ્સ સૂકવવા માટે આપ્યુ હોવાનો ખુલાસો થયો હતો.

Ahmedabad Crime : વટવામાં 22 લાખના ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, જેલમાં બંધ આરોપીઓએ સૂકવવા માટે આપેલું
Ahmedabad Crime : વટવામાં 22 લાખના ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, જેલમાં બંધ આરોપીઓએ સૂકવવા માટે આપેલું
author img

By

Published : Feb 16, 2023, 3:23 PM IST

મહફૂઝ ઉર્ફે મુન્ના શેખની ધરપકડ કરવામાં આવી છે

અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. એકતરફ ગૃહ વિભાગ ડ્રગ્સ અંગે જાગૃતતા લાવવા માટે મેરેથોન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. તેવામાં અમદાવાદ શહેરમાં સતત ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ રહી હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયાની કિંમતના MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી છે.

બાતમી મળી : આમ તો MD ડ્રગ્સ પકડવાની કામગીરી એસઓજી દ્વારા અવારનવાર કરવામાં આવતી જ હોય છે, પરંતુ આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે વટવા વિસ્તારમાં એક યુવક મેફડ્રોન (MD) ડ્રગ્સ સાથે પસાર થઈ રહ્યો છે, જે બાતમીના આધારે વટવામાં બીબી તળાવ ચાર રસ્તા પાસે પિંકી પ્લાઝા કોમ્પ્લેક્સના સામેના ભાગ પરથી મહફૂઝ ઉર્ફે મુન્ના શેખની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો Ahmedabad Crime: રાજસ્થાનના આરોપીએ અમદાવાદમાં મોકલ્યું ડ્રગ્સ, SOGએ બૂટલેગરના પુત્ર સહિત 3ની કરી ધરપકડ

222.94 ગ્રામ ડ્રગ્સ મળ્યું : પકડાયેલો આરોપી વટવા વિસ્તારનો રહેવાસી હોય તેની તપાસ કરતા તેની પાસેથી 22 લાખ 29 હજારથી વધુની કિંમતનો 222.94 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે પોતે એસી રીપેરીંગનું કામ કરતો હોય અને સરખેજ વિસ્તારમાં ફિરોજખાન પઠાણ નામના વ્યક્તિના ઘરે એ.સી રીપેરીંગ માટે ગયો હતો, તે સમયે તેનો પરિચય ફિરોજ ખાન સાથે થયો હતો અને ફિરોજખાન દ્વારા મહેફૂઝ શેખને ત્રણ મહિના પહેલા આ ડ્રગ્સનો જથ્થો સુકવવા માટે આપ્યો હતો.

પહેલાં પણ આરોપી ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો છે : આ ગુનામાં સામેલ અન્ય વોન્ટેડ આરોપી ફિરોઝખાન પઠાણ અંગે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે પઠાણ છેલ્લા ઘણા દિવસોથી જેલમાં બંધ છે અને અગાઉ પણ તે ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો છે. બીજી તરફ આ મામલે હાલમાં પકડાયેલો મહેફૂઝ શેખ પણ વર્ષ 2014માં વટવામાં મારામારીના ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે. પકડાયેલો આરોપી પોતે પણ ડ્રગ્સનો બંધાણી હોય તે આ સુકવવા માટે મળેલા ડ્રગ્સને પોતે સેવનમાં ઉપયોગ કરતો હતો અને જો કોઈ ગ્રાહક મળે તો તેને નાની નાની માત્રામાં વેચાણ કરતો હતો.

આ પણ વાંચો Vadodara Drugs case : શહેરમાં ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી અટકાવી, એકની અટકાયત બે વોન્ટેડ

ભીનું ડ્રગ્સ સૂકવવા અપાયું હતું : આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એ.ડી પરમારે જણાવ્યું હતું કે બાતમીના આધારે વટવાથી યુવકને પકડીને તપાસ કરતા તેની પાસેથી 22 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, જે ભીનું ડ્રગ્સ છે. વોન્ટેડ આરોપીએ હાલના આરોપીને આ ડ્રગ સુકવવા માટે આપ્યું હતું જેથી આ મામલે હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.